Wednesday, September 22, 2021
Homeરાહુલ ગાંધી કહ્યું- સત્તામાં આવીશું તો ખતમ કરી દઈશું નીતિ આયોગ
Array

રાહુલ ગાંધી કહ્યું- સત્તામાં આવીશું તો ખતમ કરી દઈશું નીતિ આયોગ

ન્યાય યોજના બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધું એક મોટો ચૂંટણીલક્ષી વાયદો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો નીતિ આયોગને ખતમ કરશે. રાહુલ ગાંધીનો આરોપ છે કે, નીતિ આયોગે પાંચ વર્ષમાં માત્ર પીએમ મોદીની છબી વધારે ચમકાવવા કામગીરી કરી છે. જેથી નીતિ આયોગનું નામ બદલીને પ્લાનિંગ કમિશન બનાવવામાં આવશે.

જેમાં દેશના સૌથી મોટા અર્થશાસ્ત્રી અને જાણકારોનો સમાવેશ કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ આ પહેલા પણ નીતિ આયોગની આલોચના કરી ચુક્યા છે. મહત્વપુર્ણ છે કે, નીતિ આયોગની દિલ્હીમાં મળતી બેઠકમાં કોંગ્રેસ શાસિત રાજ્ય ના સીએમ અને અન્ય પાર્ટીની મુખ્ય પ્રધાન હાજરી આપતા નથી. ત્યારે હવે રાહુલ ગાંધીએ પણ નીતિ આયોગને ખત્મ કરવાનો વાયદો કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments