રાહુલ ગાંધી બધાને ગઠબંધન કરવાની ના પાડે છે, પણ અહીંયા અભરખા જાગ્યાં કે જલ્દી કરી લઉ

0
36

લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ તેમજ જેડીએસે બેઠકોની વહેંચણી મુદ્દે કવાયત શરૂ કરી છે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન તેમજ જેડીએસના અધ્યક્ષ એચ ડી દેવે ગૌડા સાથે બેઠક યોજી હતી. રાહલ ગાંધી અને દેવે ગૌડા વચ્ચ કર્ણાટકમાં લોકસભા બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા-વિચારણા થઇ

મહત્વનું છે કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર છે અને કેન્દ્રમાં ફરી એનડીએની સરકાર બનતી અટકાવવા લોકસભા ચૂંટણીમાં પણ બંને પક્ષોએ ગઠબંધનની જાહેરાત પહેલાથી જ કરી છે.

દિલ્હી

દિલ્હીમા આમ આદમી પાર્ટી ગઠબંધન કરવા કોંગ્રેસ ઇનકાર કર્યો. આ પહેલા એવી અટકળ લગાવાવમા આવતી હતી કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણ-ત્રણ બેઠક પર ચૂંટણી લડશે. જોકે, દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિતના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના ગઠબંધન પર પૂર્ણ વિરામ મુકી દેવામા આવ્યું.

પશ્ચિમ બંગાળ

રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને ટીએમસીના સુપ્રિમ મમતા બેનરજીને ટેકો આપવાની વાતને ઠુકરાવી ચૂક્યાં છે અને તેમણે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરવાની મમતાને ના પાડી દીધી છે. કોંગ્રેસે મમતાની પાર્ટી સાથે જોડાણ નહીં કરવાનું અને સીપીએમ સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું છે.

2009ની ચૂંટણીઓમાં સીપીએમ બંગાળમાં 42 લોકસભા બેઠકોમાંથી 15 બેઠકો જીત્યું હતું. તો વળી 2014ની ચૂંટણીમાં માત્ર રાયગંજ અને મુર્શિદાબાદ જ ભાગમાં આવ્યા. જ્યારે કોંગ્રેસે બરહમપુર, જાંગીપુર, માલદા ઉત્તર અને માલદા દક્ષિણ એમ ચાર બેઠકોમાં જીત મેળવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here