Wednesday, September 28, 2022
Homeલોકસભા ચૂંટણી પહેલાં ફરી એક વાર રાફેલ મુદ્દે રાજકારણ શરૂ
Array

લોકસભા ચૂંટણી પહેલાં ફરી એક વાર રાફેલ મુદ્દે રાજકારણ શરૂ

- Advertisement -

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલાં ફરી એક વાર રાફેલ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. બુધવારે સુપ્રીમ કોર્ટેમાં મોદી સરકારે માન્યું કે, રક્ષા મંત્રાલયમાંથી તેમની અમુક ફાઈલો ચોરી થઈ ગઈ છે. ત્યારપછીથી જ સરકારની નિંદા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસે ફરી એક વાર સરકાર પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ફાઈલોની ચોરી થઈ છે તેનો અર્થ એમ કે તેમાં હકીકત હતી. તે ફાઈલોમાં સ્પષ્ટ લખ્યું હતું કે નરેન્દ્ર મોદીએ સોદાબાજી કરી છે અને આજે આ વાત દરેક વ્યક્તિ કહી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું રાફેલ ડીલમાં નરેન્દ્ર મોદીએ બાયપાસ સર્જરી કરી છે. આ સરકારના રાજમાં રોજગાર-ખેડૂતોના મુદ્દાની સાથે સાથે રાફેલની ફાઈલો પણ ગાયબ થઈ રહી છે. મોદી સરકારનું કામ દરેક વસ્તુ ગાયબ કરવાનું છે.

PMનું નામ રાફેલના પેપર છે, તેમના પર કાર્યવાહી થવી જોઈએ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર જેના પર ઈચ્છે તેના પર કાર્યવાહી કરી શકે છે. પરંતુ તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કારણકે રાફેલના પેપર પર પીએમ અને પીએમઓનું નામ છે.વડાપ્રધાને જ સીબીઆઈના ચીફને હટાવ્યા છે. ત્યારપછી સુપ્રીમ કોર્ટને પણ ફટકાર લગાવી હતી. વડાપ્રધાને જ અનિલ અંબાણીના ખીસ્સામાં 30 હજાર કરોડ રૂપિયા નાખી દીધા છે.

વડાપ્રધાન નિદોર્ષ છે તો તપાસથી કેમ ડરે છે

કોંગ્રેસ અધ્યક્ષે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રાફેલ ડીલમાં વડાપ્રધાને જ મોડુ કર્યું છે. વડાપ્રધાને જ રાફેલની તપાસ કરાવી જોઈએ. તો જલદી સામે આવી જશે કે બધા પૈસા ક્યાં ગયા. તેમણે કહ્યું કે, જો વડાપ્રધાનને લાગે છે કે, તેઓ નિર્દોષ છે તો પછી તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે, રક્ષા મંત્રાલયની ફાઈલમાં લખ્યું છે કે, વડાપ્રધાન જ ડીલ કરી રહ્યાં છે. તેથી તેમના પર કાર્યવાહી થવી જ જોઈએ.

રાહુલે કહ્યું- બધુ ગાયબ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, એક નવી લાઈન ‘ગાયબ થઈ ગયું’ હમણાં હમણાં બહુ સાંભળવા મળે છે. 2 કરોડ યુવકોનો રોજગાર ગાયબ થઈ ગયો છે. ખેડૂતોના પાકના સાચા ભાવ ગાયબ થઈ ગયા છે, ડોકલામ ગાયબ થઈ ગયું છે, જીએસટીનો ફાયદો ગાયબ થઈ ગયો છે અને હવે રાફેલની ફાઈલો પણ ગાયબ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે મીડિયાની તપાસ કરવાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ જેણે 30 હજાર કરોડનું કૌભાંડ કર્યું છે તેમની કોઈ તપાસ નથી થતી. કોઈ પણ ચીજવસ્તુને તોડી મરોડીને નરેન્દ્ર મોદીનો બચાવ કરવામાં આવી રહ્યો છે. સરકારનું લક્ષ્યાંક માત્ર ચોકીદારને બચાવવાનું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular