રાહુલ ગાંધી વિષે જીતુ વાઘાણીએ કરેલી ટીપ્પણીના વિરોધમાં કોંગ્રસની મહિલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું

0
28

વડોદરાઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા રાહુલ ગાંધી વિષે કરવામાં આવેલી અભદ્ર ટીપ્પણીના વિરોધમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા પ્રદેશ મહિલા ભાજપ પ્રમુખ જ્યોતિબહેન પંડ્યાના ઘરની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

  • વડોદરા શહેર કોંગ્રેસ મહિલા મોરચાએ જીતુ વાઘાણી માફી માંગે તેવા સુત્રોચ્ચારો કર્યા હતા. જેને પગલે પ્રદેશ કોંગ્રેસ મહિલા મંત્રી વિજ્ઞાત્રી પટેલ, કામિનીબહેન, તૃપ્તી ઝવેરી, અમી રાવત સહિત 15 મહિલાઓની પાણીગેટ પોલીસે અટકાયત કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા આજે યોજેલા કાર્યક્રમમાં મહિલા કાઉન્સિલર્સ અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઇ હતી.
  • દેશ કોંગ્રેસ મહિલા મોરચાના મંત્રી વિજ્ઞાત્રી પટેલે જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિષે કરેલી અભદ્ર ટીપ્પણી તેમની માનસિકતા છતી કરે છે. સાથે સાથે તેઓએ મહિલાઓનું પણ અપમાન કર્યું છે. ભાજપાએ માનસિક સમતુલા ગુમાવી બેસતા કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢવા જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here