Thursday, September 23, 2021
Homeરાહુલ બજાજે 12 વર્ષ બાદ બજાજ ફિનસર્વના ચેરમેન પદ પરથી રાજીનામુ આપ્યું,...
Array

રાહુલ બજાજે 12 વર્ષ બાદ બજાજ ફિનસર્વના ચેરમેન પદ પરથી રાજીનામુ આપ્યું, માનદ ચેરમેન બનશે

નવી દિલ્હીઃ રાહુલ બજાજે(80) ઉત્તરાધિકારી યોજના અંતર્ગત બજાજ ફિનસર્વના નોન-એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર અને ચેરમેન પદમાંથી રાજીનામું આપ્યું છે. તે 16 મેથી લાગુ થશે. આ દિવસે કંપનીના બોર્ડની બેઠક થશે. બાદમાં રાહુલ બજાજની ચેરમેન અમેરિટ્સના પદ પર નિમણૂંક થશે. આ પદ માટે તેમને કોઈ વેતન નહી મળે.

રાહુલ બજાજ રાજયસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે

10 જૂન 1938માં જન્મેલા રાહુલ બજાજે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ કર્યું છે. તે બજાજ સમુહના પ્રમુખ છે. 2006થી 2010 સુધી તે રાજયસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. 2001માં પહ્મભૂષણ પુરસ્કાર પણ મળ્યો હતો.

બજાજ ફિનસર્વના ચેરમેન પમનાની બનશે

17 મેથી નન્નૂ ગોવિંદરામ પમનાની બજાજ ફિનસર્વના ઈન્ડિપેન્ડન્ટ નોન-એક્ઝીક્યુટિવ ચેરમેન બનશે. હાલ તે કંપનીના વાઈસ ચેરમેન છે. બજાજ ફિનસર્વ બજાજ ગ્રુપની ફાઈનાન્શિયલ સર્વિસિસ કંપની છે. જે 2007માં બની હતી. તે શેરબજારમાં લિસ્ટેડ છે. તેની માર્કેટ કેપ 1.09 લાખ કરોડ રૂપિયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments