Saturday, September 25, 2021
Homeરાહુલ-શત્રુઘ્નની મીટિંગ થઈ, હવે નવરાત્રીમાં લેવાશે નિર્ણય;
Array

રાહુલ-શત્રુઘ્નની મીટિંગ થઈ, હવે નવરાત્રીમાં લેવાશે નિર્ણય;

નવી દિલ્હી: ભારતી જનતા પાર્ટી તરફથી પટના સાહિબ લોકસભા વિસ્તારની ટિકિટ કપાઈ જવાથી અસંતુષ્ટ નેતા શત્રુઘ્ન સિન્હા હવે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થવાની સંપૂર્ણ શક્યતા છે. પહેલાં કોંગ્રેસ પાર્ટીએ જ એવી જાહેરાત કરી હતી કે 28 માર્ચે ગુરુવારે કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. પરંતુ હવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે શત્રુઘ્ન પાર્ટીમાં જોડાયે તે પહેલાં જ અમુક વિવાદો સામે આવ્યા છે અને તેના કારણે આજે શત્રુઘ્નની કોંગ્રેસમાં જોડાવાની ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ પણ ટાળવામાં આવી છે. જોકે આ મામલે શત્રુઘ્નેએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેમના ઘરે મુલાકાત પણ કરી હતી.

કોંગ્રેસમાં સામેલ થવા અને પટના સાહિબથીઉમેદવારી વિશે શત્રુઘ્ન સિન્હાએ કહ્યું છે કે, પરિસ્થિતિ જે પણ હોય લોકેશન તે જ રહેશે પટના સાહિબ. ચૈત્રી નવરાત્રીના શુભ મુહુર્ત અને સમયે આ વિશે ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે. આ વિશે તેમણે વધુમાં કહ્યું કે, હું કોઈના વિરુદ્ધ ચૂંટણી નહી લડું, લોકોનો પ્રેમ મારી સાથે છે. જોકે માનવામાં આવે છે કે, શત્રુઘ્ન સિન્હાની પ્રેસ કોન્ફરન્સ પાછી ઠેલાઈ હોવાનું કારણ લાલુ પ્રસાદ યાદવ છે.

બીજેપી તરફથી શત્રુઘ્નની પટના સાહિબથી ટિકિટ કાપવામાં આવ્યા પછી તેઓ આજે કોંગ્રેસમાં જોડાવામાં હતા. આ માટે કોંગ્રેસ દ્વારા 11 વાગે પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી હતી. પરંતુ માનવામાં આવે છે કે, બિહારમાં આરજેડી અને અન્ય ઘણાં પક્ષ સાથે થયેલા ગઠબંધનમાં કોંગ્રેસ સામેલ હોવાથી અને સીટોની વહેંચણી નક્કી ન હોવાથી હાલ આ આયોજન સ્થગિત રાખવામાં આવ્યું છે.

કોંગ્રેસ તરફથી ખુલાસો: આ દરમિયાન કોંગ્રેસના નેતા આરકે આનંદ તરફથી કહેવામાં આવ્યું છે કે, શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસમાં સામેલ થઈ જ રહ્યા છે. સાંજ સુધીમાં આ વિશે ચોકક્સ નિર્ણય લઈ લેવામાં આવશે. તેમના પાર્ટીમાં સામેલ થવા વિશે અથવા તેમની ઉમેદવારી વિશે કોઈ વિવાદ નથી. બસ પ્રેસ કોન્ફરન્સ થોડી ડિલે કરવામાં આવી છે.

ભાજપે રવિશંકર પ્રસાદને પટના સાહિબથી ટિકિટ આપી છે. શત્રુઘ્ન 1992માં રાજકારણમાં આવ્યા હતા. રાજેશ ખન્ના સામે ચૂંટણી હાર્યા પછી તેમણે કહ્યું હતું કે, ચૂંટણી લડવી મારી સૌથી મોટી ભૂલ હતી. 2002માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા. 2009માં પહેલીવાર લોકસભા માટે પસંદ થયા હતા. શત્રુઘ્ન 2014માં લોકસભા ચૂંટણી જીત્યા પછીથી સતત વડાપ્રધાન મોદી સામે સતત પ્રહાર કરી રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments