ઈન્શાઅલ્લાહ : સંજય લીલા ભણશાલીની નવી ફિલ્મમાં સલમાન ખાન આઉટ, રિતિક રોશન થશે ઇન !!

0
41

નવી દિલ્હી : નિર્દેશક સંજય લીલા ભણશાલી છેલ્લા કેટલાક દિવસોથી પોતાની આગામી ફિલ્મ ઇન્શાઅલ્લાહને લઇને ચર્ચાઓમાં છે. આ પહેલા આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હશે એવી વાતો સામે આવી હતી. જોકે હવે એક નવો ટર્ન આવ્યો છે. આ ચર્ચાઓ વચ્ચે એવું સામે આવી રહ્યું છે કે રિતિક રોશન આ ફિલ્મમાં ઇન થઇ રહ્યો છે અને સલમાન આઉટ.

કેટલાક દિવસો અગાઉ આપને જણાવ્યું હતું કે, કેમ સંજય લીલા ભણશાલી આ ફિલ્મ માટે સલમાન ખાનનો રિપ્લેસ શોધી રહ્યા છે. હિરોઇન તરીકે તો આલિયા ભટ્ટ ફિક્સ છે પરંતુ હિરો માટે પ્રયાસ ચાલું હતા. હવે રિતિક પર નજર ઠરી છે. જેને હિસાબે હવે સ્ક્રિપ્ટમાં પણ થોડા ફેરફાર થશે એવી ચર્ચાઓ છે.

સુત્રોના અનુસાર હવે સલમાન ખાનને બદલે આ ફિલ્મમાં રિતિક રોશનને લેવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ જોડી બનાવશે. આલિયા પ્રથમ વખત રિતિક સાથે ફિલ્મ કરવા જઇ રહી છે. જોકે આ મામલે સત્તાવાર રીતે કોઇ સ્પષ્ટતા આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here