રિદ્રોલના બસ સ્ટેન્ડ નજીક થયેલાં અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

0
48

  • CN24NEWS-01/02/2019
  • માણસા પાસેના રીદ્રોલ રોડ પર ગુરવારે બપોરના સુમારે સામ-સામે જઈ રહેલા બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક ચાલક રોડ પર પટકાતા પાછળથી આવતા ટ્રકના ટાયર નીચે આવી જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બીજો બાઈકચાલક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર માણસા તાલુકાના રોડ પર બસ સ્ટેન્ડ પાસે ગુરૂવારે બપોરે પોણા ત્રણ વાગ્યાના સુમારે કનુભાઈ કાળીદાસ પ્રજાપતિ રહે રીદ્રોલ વાળા તેમનું બાઈક નંબર GJ-01-DC-8694 લઈને જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવી રહેલ બાઈક નંબર GJ-02-BJ-3105 ના ચાલક સાથે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં સામેનો બાઈકચાલક ફંગોળાઇને રોડ પર પટકાઈ પડ્યો હતો દરમિયાનમાં તે જ સમયે પાછળથી આવી રહેલી ટ્રકનું પાછળનું ટાયર તેના પર ફરી વળ્યું હતું. જેને પગલે બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે કનુભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા.

    ઘટનાની જાણ થતાં જ આસપાસમાંથી લોકોનું ટોળું દોડી આવ્યું હતું અને કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ બાબતે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here