Thursday, October 28, 2021
Homeરિપોર્ટ : અમિત શાહ નાણા મંત્રી બની શકે છે, પીયૂષ ગોયલ પણ...
Array

રિપોર્ટ : અમિત શાહ નાણા મંત્રી બની શકે છે, પીયૂષ ગોયલ પણ રેસમાં; બીમારીના કારણે જેટલી કોઈ જ જવાબદારી નહીં સ્વીકારે

નવી દિલ્હી: બીજેપીને મળેલી ઐતિહાસીક જીત પછી હવે એ વાતની ચર્ચા થવા લાગી છે કે, આગામી સપ્તાહમાં નરેન્દ્ર મોદીના શપથ પછી તેમના મંત્રી મંડળમાં કોણ કોણ સામેલ થઈ શકે છે. તેમાં સૌથી ચર્ચિત નામ ગાંધીનગરથી વધુ મતોથી જીતનાર બીજેપી અધ્યક્ષ અમિત શાહનું છે. અમિત શાહને કોઈ ખાસ મંત્રાલય આપવામાં આવે તેવી પણ શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકસભામાં પહેલીવાર પહોંચનાર અમિત શાહ મોદી સરકારની બીજી ટર્મમાં સુરક્ષા મામલે મંત્રીમંડળની સમિતિ (CSS)માં સામેલ થઈ શકે છે. નોંધનીય છે કે, આ સમિતિમાં વડાપ્રધાન સિવાય, રક્ષા, ગૃહ, વિદેશ અને નાણા વિભાગના ચાર અગ્રણી મંત્રીઓ સામેલ હોય છે. એટલે શાહ આ ચારમાંથી કોઈ એક મંત્રી બની શકે છે.

નોંધનીય છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અમિત શાહ તેમની સરકારમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. તેથી એવી પણ ચર્ચા છે કે, અમિત શાહને કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવી શકે છે. પરંતુ રાજનાથ સિંહ મોદીની પહેલી ટર્મમાં ગૃહમંત્રી રહ્યા છે અને આ વખતે લખનઉથી જીત્યા છે અને તેઓ પાર્ટીના સૌથી સીનિયર નેતાઓમાં પણ સામેલ છે.

ગોયલને મળશે પ્રમોશન: એવું પણ લાગે છે કે, રાફેલ પર કૌભાંડના આરોપ દરમિયાન સફળતાથી મંત્રાલય સંભાળનાર નિર્મલા સીતારમણને ફરીથી રક્ષા મંત્રાલય જ મળશે. બીજી બાજુ સરકાર માટે સંકટ મોચનની ભૂમિકા ભજવનાર રેલ મંત્રી પિયૂષ ગોયલને પણ આ વખતે વધારે મહત્વનું મંત્રાલય મળી શકે છે.

અરુણે જેટલીની તબિયત વિશે ચિંતા: મોદી સરકારમાં હાલ અરુણ જેટલીનું સ્વાસ્થય પણ ચિંતાનો વિષય છે. તેમને ગુરુવારે જ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેથી તેઓ બીજેપી મુખ્ય કાર્યાલય પર થયેલા વિજય મહોત્સવમાં પણ હાજર રહી શક્યા નહતા. આગામી સમયમાં આવનારા આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને એ ચિંતા છે કે, શું તબિયતને ધ્યાનમાં રાખીને તેઓ નાણા મંત્રાલય સંભાળી શકેશે કે કેમ?

જેટલી અંદાજે 3 સપ્તાહથી ઓફિસ નથી જઈ રહ્યા. તેઓ મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં મોટા ભાગનો સમય નાણામંત્રી રહ્યા છે. તેઓ આ વર્ષે 22 જાન્યુઆરીએ અમેરિકામાં એક મહત્વની સર્જરી કરાવવા ગયા હોવાથી તેઓ મોદી સરકારનું અંતિમ બજેટ રજૂ કરી શક્યા નહતા અને આ જવાબદારી પિયૂષ ગોયલને આપવામાં આવી હતી.

વિદેશ મંત્રી રહેલા સુષમા સ્વરાજે આ વર્ષે લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. સુષમા હાલ લોકસભા અને રાજ્યસભા કોઈ સંસદમાં સભ્ય નથી.

સ્મૃતિ ઈરાનીને મળી શકે છે જીતનું ઈનામ: કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધી સામે ઐતિહાસીક જીત મેળવી છે. તેમને આનું ઈનામ મળી શકે છે. તે સિવાય વીકે સિંહને પણ મુખ્ય મંત્રાલય આપવું મજબૂરી રહેશે કારણ કે તેઓ ગાઝિયાબાદથી બીજી વખત ભારે મતથી જીત્યા છે.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ પણ વર્ષો સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા પછી પહેલીવાર લોકસભા પહોંચ્યા છે. તેઓ પહેલાં પણ મુખ્ય મંત્રાલય સંભાળી ચૂક્યા છે અને તેથી આ વખતે પણ તેમને કોઈ મુખ્ય મંત્રાલય મળી શકે તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments