રિપોર્ટ : ગૂગલના સીઈઓ પિચાઈએ 2 વર્ષથી શેરના રૂપમાં આવતી સેલેરી લીધી નથી, કહ્યું- વેતન ઘણું છે

0
40

સાન ફ્રાન્સિસ્કોઃ ગૂગલના સીઈઓ સંુદર પિચાઈ એ 2 વર્ષથી ઈક્વિટી એવોર્ડ(શેરના રૂપમાં મળનાર પેમેન્ટ) લીધું નથી. ગત વર્ષે શેર લેવાથી ઈન્કાર કરતા પિચાઈએ કહ્યું હતું કે તેમને પહેલા જ ઘણું વેતન મળી ચુક્યું છે. બ્લૂમબર્ગ મીડિયાએ સુત્રોના આધારે આ રિપોર્ટ આપ્યો છે.

પિચાઈએ કેટલી વેલ્યુના શેર છોડ્યા, તે જાણવા મળ્યું નથી

એ પણ હોઈ શકે છે કે પિચાઈએ રણનીતી અંતર્ગત શેર લેવાથી ઈન્કાર કર્યો હોય કારણ કે ગૂગલના કર્મચારી, સીઈઓનું વેતન ખૂબ જ વધુ હોવનાને લઈને સવાલ ઉઠી ચૂક્યા છે. જયારે ઘણાં કર્મચારીઓ માટે રોજની જરૂરિયાત પુરી કરવી પણ મુશ્કેલ હોય છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, એ જાણવા મળ્યું નથી કે પિચાઈ એ કેટલી રકમના શેર છોડ્યા છે.

પિચાઈના અગાઉના શેર એવોર્ડ્સની વાત કરવામાં આવે તો 2014માં તેમને 25 કરોડ ડોલર(1750 કરોડ રૂપિયા)ન વેલ્યુના શેર મળ્યા હતા. 2015માં ગૂગલમાં તેમણે 10 કરોડ ડોલર (7000 કરોડ રૂપિયા) અને 2016માં 20 કરોડ ડોલર (1400 કરોડ રૂપિયા)ની વેલ્યુના શેર આપવામાં આવ્યા હતા. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ આ વર્ષે સીઈઓના વેતન પર ફરીથી વિચાર કરશે. ત્યાં સુધીમાં પિચાઈના અગાઉના શેર તેમના ખાતામાં આવી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here