Tuesday, January 18, 2022
Homeરિપોર્ટ : જેફ બેજોસની ગર્લફ્રેન્ડના ભાઇએ બંનેના પ્રાઇવેટ મેસેજ NEને...
Array

રિપોર્ટ : જેફ બેજોસની ગર્લફ્રેન્ડના ભાઇએ બંનેના પ્રાઇવેટ મેસેજ NEને 1.37 કરોડમાં વેચ્યા હતા

વોશિંગ્ટનઃ એમેઝોનના સીઇઓ જેફ બેજોસ અને તેની ગર્લફ્રેન્ડ લૉરેન સેન્ચેઝના પર્સનલ મેસેજ લીક કરવા માટે સેન્ચેઝના ભાઇને 2 લાખ ડોલર (1.37 કરોડ રૂપિયા) મળ્યા હતા. અમેરિકન મીડિયાના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બેજોસ અને લૉરેનના સંબંધોને સામે લાવનારી મેગેઝીન નેશનલ ઇન્ક્વાયર લૉરેનના ભાઇને પૈસા આપ્યા હતા.

બેજોસે અશ્લીલ મેસેજ મોકલ્યા હતા
નેશનલ ઇન્ક્વાયરે આ વર્ષે જાન્યુઆરીમાં ખુલાસો કર્યો હતો કે, બેજોસના પૂર્વ ટીવી એન્કર લૉરેન સેન્ચેઝ સાથે સંબંધો છે. મેગેઝીને બંનેના કેટલાંક પ્રાઇવેટ મેસેજ અને તસવીરો પ્રકાશિત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, બેજોસે સેન્ચેઝને અશ્લીલ મેસેજ અને તસવીરો મોકલી હતી. તે 455 કરોડ રૂપિયાના પોતાના પ્રાઇવેટ જેટમાં સેન્ચેઝને અનેક શહેરોમાં ડેટ પર લઇ ગયા હતા.
ફેબ્રુઆરીમાં અમેરિકન મીડિયાએ જણાવ્યું કે, બેજોસ અને લૉરેનના સંબંધો વિશે મીડિયાને જાણકારી લૉરેનના ભાઇ માઇકલ સેન્ચેઝે જ આપી હતી. આ મામલે માઇકલ જ નેશનલ ઇન્ક્વાયરનો સૂત્ર હતો.
જાન્યુઆરીમાં ડિવોર્સની જાહેરાત
જેફ બેજોસ અને તેની પત્ની મેકેન્ઝી બેજોસે જાન્યુઆરીમાં ડિવોર્સની જાહેરાત કરી હતી. જેના બીજાં દિવસે જ નેશનલ ઇન્ક્વાયરે બેજોસ અને લૉરેનના સંબંધો સાથે જોડાયેલા રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. તેઓનું કહેવું હતું કે, ડિવોર્સનું કારણ લૉરેન છે. બેજોસને અમારાં રિપોર્ટિંગ વિશે જાણકારી મળી ગઇ હતી. તેથી તેઓએ સમાચાર પ્રકાશિત થતાં પહેલાં જ ડિવોર્સની જાહેરાત કરી દીધી.
બેજોસે ફેબ્રુઆરીમાં એક બ્લોગ પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે, નેશનલ ઇન્ક્વાયર તેઓને અશ્લીલ તસવીરો સાર્વજનિક કરવાની ધમકી આપી રહ્યું છે. તે ઇચ્છે છે કે હું મારી તપાસ બંધ કરી દઉં. નેશનલ ઇન્ક્વાયરના રિપોર્ટ બાદ બેજોસ એ વાતની તપાસ કરાવી રહ્યા હતા કે, તેઓના પ્રાઇવેટ મેસેજ અને તસવીરો લીક કેવી રીતે થઇ.
નેશનલ ઇન્ક્વાયરની પેરેન્ટ કંપની અમેરિકન મીડિયા ઇંકના માલિક ડેવિડ પેકર અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત છે. બેજોસ અને લૉરેનના મેસેજ લીક થવાની તપાસ કરનારા સિક્યોરિટી કન્સલ્ટન્ટ ડે બેકરે આ મામલાને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો હતો. બેજોસ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. તે વોશિંગ્ટન પોસ્ટ અખબારના માલિક છે. તેઓનું અખબાર ટ્રમ્પ વિરૂદ્ધ સતત રિપોર્ટિંગ કરતા રહ્યા છે. ટ્રમ્પે આ અખબારને ફેક ન્યૂઝનું સ્ત્રોત ગણાવ્યું હતું. તેઓ બેજોસ, વોશિંગ્ટન પોસ્ટ અને એમેઝોન પર અનેકવાર નિશાન સાધી ચૂક્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular