રિપોર્ટ : દરેક હરકતના સણસણતા જવાબથી પાક બેકફૂટ પર; બોર્ડર પર તણાવ ઘટાડવાની અપીલ, LoC પર સ્પેશિયલ યુનિટ હટાવવા તૈયાર

0
19

નવી દિલ્હીઃ પુલવામા હુમલા બાદ ભારતની એરસ્ટ્રાઇક, ડિપ્લોમેટ પ્રેશર અને એલઓસી પર સેનાની જવાબી કાર્યવાહી ના કારણે પાકિસ્તાન બોર્ડર પર તણાવ ઘટાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ભારત સરકારના સૂત્રો તરફથી મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાની સેના એલઓસીથી પોતાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપને હટાવવા માટે તૈયાર છે. પાકિસ્તાની સેનાએ એલઓસીની નજીક સ્થિત આતંકીઓના લૉન્ચ પેડ્સ અસ્થાયી રીતે બંધ કરી દીધા છે. જો કે, ભારતે સ્પષ્ટતા કરી છે કે, આતંકવાદ અને ઘૂસણઘોરી અટકાવવા શાંતિ જ એકમાત્ર રસ્તો છે.

રિપોર્ટ્સ અનુસાર, ભારત અને પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓની વચ્ચે વાતચીત થતી રહે છે. બંને દેશોના ડીજીએમઓ પણ મળે છે. પુલવામા હુમલા બાદ ભારતે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર એરસ્ટ્રાઇક કરી. ત્યારબાદ એલઓસી પર તણાવ વધી ગયો. ભારતીય સેનાએ એલઓસી પર બોર્ડર પારથી થતી ફાયરિંગનો જવાબ આપ્યો છે. થોડાં દિવસ અગાઉ ભારતીય સેનાના ઓફિસરોએ જણાવ્યું કે, જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારતની સરખામણીએ 5-6 ગણું વધુ નુકસાન થયું છે.

પુલવામા હુમલા બાદ પાકની સ્પેશિયલ યુનિટ તહેનાત
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતનું દબાણ એટલું વધારે છે કે, પાકિસ્તાની સેના હવે એલઓસીથી પોતાના સૌથી મજબૂત યુનિટ (સ્પેશિયલ સર્વિસ ગ્રુપ અથવા એસએસજી)ને હટાવવા પણ તૈયાર થઇ ગઇ છે. પોતાના તોપખાનાના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધની વાત કરી છે. આ યુનિટ પુલવામા હુમલામાં ભારતના 44 CRPF જવાનો શહીદ થયા બાદ તહેનાત કરવામાં આવ્યું છે. પરંતુ ભારતીય સેનાએ એરસ્ટ્રાઇક પહેલાં જ એલઓસી પર પુરતી તૈયારીઓ કરી લીધી હતી.

ડિપ્લોમેટિક પ્રેશરમાં પણ વધારો થયો
પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર માત્ર સૈન્ય જ નહીં પરંતુ ડિપ્લોમેટિક દબાણ પણ વધુ થઇ ગયું હતું. અમેરિકા, રશિયા, ફ્રાન્સની સાથે જ તેમના નજીકના મિત્ર ચીને પણ સલાહ આપી હતી. યુએન દ્વારા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો. પાક એફએટીએફની ગ્રે લિસ્ટમાં છે અને હવે તેને બ્લેક લિસ્ટમાં મુકાવાનું જોખમ પણ તોળાઇ રહ્યું છે. એવામાં કંગાળ અર્થવ્યવસ્થાના ઉકેલ માટે IMFમાંથી ઋણ મળવામાં પણ મુશ્કેલીઓ થશે.

ભારતની સતત કાર્યવાહીના કારણે ચોકીઓ બનાવવામાં પાક નિષ્ફળ
રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચારેતરફના દબાણ બાદ હવે પાકિસ્તાની સેનાએ એલઓસીની નજીક આતંકીઓના લૉન્ચ પેડ્સ અસ્થાયી રીતે બંધ કરી દીધા છે. બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ પાડોશી દેશને પણ લાગે છે કે, ભારત દરેક હરકતનો જવાબ આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોનસૂન પહેલાં ભારતીય સેના પોતાના બંકરોનું મેઇન્ટેનન્સ કરે છે, દરેક વખતે પાકિસ્તાન તેમાં ખલેલ નાખતું હતું પરંતુ આ વખતે તે બિલકુલ ચૂપ રહ્યું. એટલું જ નહીં, ભારતીય સેનાએ પાકિસ્તાનની જે ચેકપોસ્ટ નષ્ટ કરી હતી, તેને ફરીથી તૈયાર કરવાનો મોકો પણ દુશ્મનોને ભારતે નથી આપ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here