Wednesday, September 22, 2021
Homeરિપોર્ટ : બ્રિટનમાં એક ગ્રૂપે છેતરપિંડી કરી પાક, અફઘાનિસ્તાનમાં અલકાયદને ફંડિંગ...
Array

રિપોર્ટ : બ્રિટનમાં એક ગ્રૂપે છેતરપિંડી કરી પાક, અફઘાનિસ્તાનમાં અલકાયદને ફંડિંગ કર્યુ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનમાં એશિયન મૂળનું એક ગ્રૂપ છેતરપિંડી દ્વારા અબજો રૂપિયા એકઠાં કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માં આતંકી નેટવર્કની આર્થિક મદદ કરી રહ્યું છે. બ્રિટિશ મીડિયાએ પોલીસ અને ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ની ફાઇલોના તપાસના આધારે તૈયાર કરેલા એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. ધ સંડે ટાઇમ્સ ન્યૂઝપેપરે દાવો કર્યો છે કે, લીક થયેલી ગુપ્ત ફાઇલો અનુસાર, લંડન, બકિંગહામશાયર, બર્મિંગહામ, નોર્થ-ઇસ્ટ ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં છેતરપિંડી કરી ચૂકેલા આ ગ્રૂપે કમાણીનો 1 ટકા ભાગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અલ કાયદાને મોકલ્યો છે. જેનો ઉપયોગ મદરેસા, ટ્રેનિંગ કેમ્પ અને અન્ય આતંકી ગતિવિધિઓના સંચાલનમાં કરવામાં આવે છે. એટલું જ નહીં, આ ગ્રૂપના સભ્યોનો સંબંધ પાકિસ્તાનના અનેક ઉચ્ચ રાજનેતાઓ સાથે હોવાનું પણ સામે આવ્યું છે.

8 કરોડ પાઉન્ડની રકમ મોકલવામાં આવી
અંદાજિત બે વર્ષની તપાસ બાદ રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, છેલ્લાં બે દાયકાથી સક્રિય આ ગ્રૂપે અંદાજિત 8 કરોડપાઉન્ડની રકમ અત્યાર સુધી બહાર મોકલી છે. જે બ્રિટિશ રેવન્યૂ ડિપાર્ટમેન્ટથી વેટ અને અન્ય લોન છેતરપિંડી દ્વારા એકઠી કરવામાં આવી છે. સાથે જ મોર્ટગેજ પ્રક્રિયા તથા ક્રેડિટ કાર્ડ ફ્રોડથી બેંકો અને વ્યક્તિઓને પણ નિશાન બનાવ્યા છે.
ઓસામાને પણ મોકલ્યા હતા રૂપિયા
અખબારે બ્રિટિશ ઇન્ટેલિજન્સ એજન્સી MI-5ના રિપોર્ટના આધારે જણાવ્યું કે, આ ગ્રૂપે ઘણું બધું ધન એ પાકિસ્તાની પરિસરમાં પહોંચાડ્યું હતું, જે અમેરિકાની સેના તરફથી 2011માં માર્યા ગયા પહેલાં અલ-કાયદાના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેનનું ઘર હતું.
સરકારી વિભાગોમાં પણ ઘૂસણખોરી
કોર્ટના આદેશોના કારણે ગુપ્ત રાખવામાં આવેલા આ ગ્રૂપના લોકોની ઘૂસણખોરી કથિત રીતે બ્રિટિશ સરકારી વિભાગો અને ત્યાં સુધી કે ભ્રષ્ટ સ્થાનિક નેતાઓ સુધી પણ છે. ગ્રૂપના ધરપકડ કરાયેલા સભ્યોને 100 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે, પરંતુ ગ્રૂપના માસ્ટરમાઇન્ડ ગણાતા અનેક અપરાધીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. એક અંદાજ મુજબ આ તમામ ગલ્ફ દેશોમાં પહોંચી ગયા છે. તેઓના માટે હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઇન્ટરપોલની મદદથી ધરપકડની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments