રિપોર્ટ : ભારતમાં વર્ષ 2025 સુધીમાં 8.8 કરોડ 5G યુઝર્સ હશે

0
34

ગેજેટ ડેસ્ક. ‘ગ્લોબલ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી બોડી’ GSMA દ્વારા તાજેતરમાં જ એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. જેમાં આગામી વર્ષ 2025 સુધીમાં ભારતમાં 920 લાખ યુનિક મોબાઈલ સબસ્ક્રાઈબર્સ હશે. જેમાંથી 8.8 કરોડ યુઝર્સ 5G કનેક્ટિવિટી સાથે જોડાયેલા હશે. GSMAએ તેના ઈન્ટેલિજન્ટ રિપોર્ટમાં જણાવ્યું છે કે, ચીને તેના કુલ કનેક્શનના 30 ટકા યુઝર્સ સુધી 5G કનેક્ટિવિટીનો લક્ષ્યાંક રાખ્યો છે. રિપોર્ટમાં એવું પણ દર્શાવ્યું છે કે, 2018માં યૂનિક સબસ્ક્રાઈબર્સની સંખ્યા 750 લાખ હતી જે 2025 સુધીમાં 920 લાખ સુધી પહોંચી શકે છે. એટલે કે દુનાયના કુલ મોબાઈલ સબસ્ક્રાઈબર્સનો ચોથો ભાગ ભારતમાં હશે.

2025 સુધી પોઝિટિવ રિવ્યુ ચાલુ રહેશે

રિપોર્ટમાં નોંધ્યું છે કે, ભારતમાં યુઝર્સનો 5G કનેક્ટિવિટી માટે એડોપ્શન ટેલિકોમ ઓપરેટર્સ 5G ઈકોસિસ્ટમમાં ઈન્વેસ્ટ કરવાની યોગ્યતા ઉપર નિર્ભર કરે છે, જેના માટે રેગ્યુલેટરી ઓથોરિટીની પોલીસીનો સહયોગ જરૂરી બની રહેશે. GSMAના મતે ભારતીય મોબાઈલ માર્કેટ 2019ના બીજા છ માસિક સત્ર સુધી પોઝીટીવ રેવન્યૂ ગ્રોથ તરફ આગળ વધશે અને તેનો ગ્રોથ 2025 સુધી ચાલુ જ રહેશે. છતાં પણ આ રેવન્યુ સ્તર 2016 કરતાં ઓછું હોવાનું અનુમાન લગાવ્યું છે. વર્ષ 2016માં ભારતમાં મોબાઈલ માર્કેટની રેવન્યુ પર પર્સન (ARPU) દુનિયાની સરખામણીએ ઓછી હતી. 2016થી અત્યાર સુધી ભારતીય માર્કેટમાં મોબાઈલ માર્કેટની રેવન્યુ 20 ટકા ઓછી થઈ છે.
ભારતમાં દુનિયાનું સૌથી સસ્તુ ટેલિકોમ માર્કેટ
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ટેલિકોમ સેક્ટરની ગ્રોસ રેવન્યુ 3.43 યર ઓન યર (YoY)માં ઘટાડાની સાથે ઓક્ટોબર-ડિસેમ્બર 2018માં 58,991 કરોડ રૂપિયા જેટલી રહી હતી. GSMAનું કહેવું છે કે, હાલમાં જ કરવામાં આવેલા એક સર્વે મુજબ 2018ના અંતિમ ત્રિમાસિક ગાળામાં ભારત દુનિયાનું સૌથી સસ્તું મોબાઈલ માર્કેટ રહ્યું હતું. આ સર્વે 200 દેશોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યો હતો.
2025 સુધી બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ
આ સમયગાળા દરમિયાન ભારતમાં 1GB ડેટાની એવરેજ કિંમત રૂપિયા 18.5 (0.26 USD) હતી. તેની સામે 1GB ડેટાની વૈશ્વિક કિંમત 8.53 ડૉલર હતી. GSMAએ તેના રિપોર્ટમાં દર્શાવ્યું છે કે, વર્ષ 2025 સુધી ભારતમાં 1 લાખ ઈન્સ્ટોલ્ડ ડિવાઈસ સાથે દુનિયાભરનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ બની જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here