Monday, September 27, 2021
Homeરિપોર્ટ : લૂણાવાડા માં ભૂખ ના કારણે વાઘ મોત ને ભેટ્યો, FSL...
Array

રિપોર્ટ : લૂણાવાડા માં ભૂખ ના કારણે વાઘ મોત ને ભેટ્યો, FSL માં ખુલાસો

લૂણાવાડા: ગુજરાત માં 34 વર્ષ બાદ મહિસાગર જિલ્લા માં જોવા મળેલા વાઘ નો મૃતદેહ લુણાવાડા નાં જંગલ માં કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. વાઘનું મોત સર્પદંશથી થયુ કે ફુડ પોઈઝનિંગ કે તેનો શિકાર કરવામાં આવ્યો તે અંગે ઘણા રહસ્યો હતા. વાઘના મૃત્યુ બાદ તેના વિસેરા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલાયા હતા. જેના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લૂણાવાડામાં મૃત્યુ પામેલો વાઘ ભૂખમરીના કારણે મોતને ભેટ્યો હતો.

વાઘના શરીરમાં ઝેરી પદાર્થ ન હોવાનો રિપોર્ટમાં ખુલાસો

ગુજરાતના એકમાત્ર વાઘના મોત પર કેટલાક સવાલો ઉભા થયા હતા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સીનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે વાઘનું મોત એક શિકાર હોઈ શકે અથવા સર્પદંશથી તે મોતને ભેટ્યો હોય. પરંતુ FSLના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેના શરીરમાં કોઈ ઝેરી પદાર્થ ડિટેક્ટ નથી થયું. અને સર્પદંશના કારણે પણ તેનું મોત થયું નથી. મધ્યપ્રદેશથી 300કિમી ફરીને ગુજરાત આવેલા વાઘનું મોત માત્ર ભૂખના કારણે થયું છે.

વાઘનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો

26મી ફેબ્રુઆરીના સાંજે 6 વાગ્યે લૂણાવાડાના કંતારના જંગલમાં અતિશય દુર્ગંધના પગલે વાઘનો મૃતદેહ જોવા મળતાં સ્થાનિકોની જાણના પગલે વન વિભાગ દોડી આવ્યું હતું. અને વાઘનો મૃતદેહ જોતાં ચોંકી ઉઠ્યું હતું ત્યારબાદ અધિકારીઓ દોડી આવ્યા હતા.

એકમાત્ર વાઘને વન વિભાગ ન સાચવી શક્યું

વાઘનું મૃત્યુ ભૂખમરીના કારણે થયું પરંતુ દૂ:ખની બાબત એ છે 34 વર્ષ બાદ ગુજરાતમાં એક શિક્ષકના જોયા પછી દિવ્યભાસ્કરના એક્સક્લુઝિવ અહેવાલોના પગલે મહિસાગર જિલ્લામાં જેની ઉપસ્થિતિ નોંધવામાં આવી હતી તે વાઘ હવે નથી રહ્યો. વનવિભાગની નબળી નેતાગીરીના પગલે વાઘને સાચવવામાં નિષ્ફળ નિવડતા પર્યાવરણપ્રેમીઓ નિસાસા નાખી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments