Saturday, September 25, 2021
Homeરિપોર્ટ : વીડિયોકોન પર 90,000 કરોડનું દેવું,
Array

રિપોર્ટ : વીડિયોકોન પર 90,000 કરોડનું દેવું,

મુંબઈઃ વીડિયોકોન ગ્રુપે બેન્કો અને બીજા લેન્ડર્સને 90,000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. ભારતીય બેન્કિંગના ઈતિહાસમાં આ કોર્પોરેટ બેન્કરપ્સીનો સૌથી મોટો મામલો બની શકે છે. ન્યુઝ એજન્સીના સૂત્રોએ ગુરૂવારે આ માહિતી આપી હતી.

ગ્રુુપની બે કંપનીઓએ બેન્કને 86,125.68 કરોડ ચૂકવવાના છે

વિડિયોકોન સમુહની 2 અગ્રણી કંપનીઓ વિડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને વિડિયોકોન ટેલિકોમ્યુનિકેશન લિમિટેડ પર એસબીઆઈ સહિત અન્ય બેન્કોનું 59,451.87 કરોડ રૂપિયા અને 26,673.81 કરોડ રૂપિયાનું દેવું છે.

આ સિવાય 731 ઓપરેશનલ ક્રેડિટર્સની બાકી નીકળતી રકમ અલગ છે. વીઆઈએલ પર ઓપરેશનલ ક્રેડિટર્સના 311 કરોડ 79 લાખ 71 હજાર 29 રૂપિયા બાકી છે. જયારે વીટીએલ પર 1266 કરોડ 99 લાખ 78 હજાર 507 રૂપિયા બાકી છે.

વિડિયોકોન દ્વારા લોન ચૂકવવામાં ડિફોલ્ટ કરવા પર ગત વર્ષે એસબીઆઈએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં દેવાળીયા પ્રક્રિય શરૂ કરવામાં આવી હતી. ઇન્સૉલ્વન્સિ એન્ડ બેન્કરપ્સી કોડના નિયમો પ્રમાણે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યા.

વીઆઈએલના 54 લેન્ડર્સમાં 34 બેન્કો સામેલ છે. તેમાંથી એસબીઆઈને સૌથી વધુ 11,175.25 કરોડ રૂપિયા ચૂકવવાના નીકળે છે. વીટીએલના 34 લેન્ડર્સમાંથી એસબીઆઈના સૌથી વધુ 4,605.15 કરોડ રૂપિયા બાકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments