રિપોર્ટ : TRPની રેસમાં ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કી 2’ નંબર વન બની

0
165

મુંબઈઃ બાર્ક (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઈન્ડિયા)ની ટીઆરપી રેટિંગ રિપોર્ટ આવી ગયો છે. આ વખતે નંબર વન પર એકતા કપૂરનો શો ‘કસૌટી જિંદગી કી 2’ છે. તો કપિલ શર્માનો શો પણ ટોપ ફાઈવમાં સામેલ છે. આટલું જ નહીં છેલ્લાં ઘણાં સમયથી ટીઆરપીની રેસમાંથી બહાર રહેલી ‘તારક મહેતા..’એ ટોપ ટેનમાં કમબેક કર્યું છે.

‘નાગિન 3’ની ટીઆરપીમાં ઘટાડો
બીજા નંબર પર ‘કુમકુમ ભાગ્ય’ છે. આ શો ગયા અઠવાડિયે પહેલાં નંબર પર હતો. ત્રીજા નંબર પર ‘કુંડલી ભાગ્ય’ છે. આ શોની સ્ટોરીલાઈન દર્શકોને ઘણી જ પસંદ આવી રહી છે. એક સમયે સતત નંબર વન પર રહેતો શો ‘નાગિન 3’ની ટીઆરપી હવે ઘટી રહી છે. આ શો મે મહિના અંત સુધીમાં ઓફ-એર થવાનો છે. આ શો આ અઠવાડિયા ચાર નંબર પર રહ્યો હતો. કપિલ શર્માનો શો પાંચમા સ્થાને છે. આ શો ચાહકોને ઘણો જ પસંદ આવી રહ્યો છે. ‘તારક મહેતા’નો શો આ વખતે આઠમા સ્થાને આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here