રિયલમી C2 ઓફલાઇન સ્ટોરમાં 15 જૂનથી વેચાશે, કિંમત ₹ 5999થી શરૂ

0
139

ગેજેટ ડેસ્ક. સ્માર્ટફોન કંપની રિયલમીએ એક જાહેરાત કરી છે કે, તેનો લો કોસ્ટ સ્માર્ટફોન રિયલમી C2નું દેશભરમાં 8૦૦૦ સ્ટોર પરથી ઓફલાઇન વેચાણ કરવલામાં આવશે. ઓફલાઇન સ્ટોર પર ફોન ખરીદવા ઈચ્છતા ગ્રાહકોએ 8થી 14 જૂન દરમિયાન પ્રિ-બુકિંગ કરાવવું પડશે. ત્યારબાદ 15 જૂનથી આ સ્માર્ટફોન ઓફલાઈન સ્ટોર પરથી વેચવાનું શરુ થશે. રિયલમી C2 ત્રણ વેરિઅન્ટ 2GB રેમ+16GB સ્ટોરેજ; 2GB રેમ+32GB સ્ટોરેજ અને 3GB રેમ+32GB સ્ટોરેજમાં ઉપલબ્ધ થશે. બેઝ વેરિઅન્ટની કિંમત રૂપિયા 5999થી શરૂ થાય છે.

રિયલમી C2 ડ્યુઅલ સીમ 4G સપોર્ટ સાથે આવશે

રિયલમીના પ્રોડક્ટ મેનેજર, નિધિ ભાટિયાએ જણાવ્યું હતું કે, ‘અમે અમારા ગ્રાહકોને પ્રોડક્ટનો વધારે ટચ આપવા માટે ઓફલાઈન વેચાણનું વિસ્તરણ કરી રહ્યાં છીએ. અમે અમારા ગ્રાહકોને અમારી પ્રોડક્ટ્સમાં પાવર અને સ્ટાઈલનું કોમ્બિનેશન આપવાનો પ્રયાસ કરીએ છીએ.

રિયલમી ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ માધવ શેઠે જણાવ્યું કે, ‘રિયલમી C2 માટે ગ્રાહકોની ઝડપથી વધતી માંગને જોતાં અમે આ ડિવાઇસ અમારાઓફલાઇન સ્ટોર પર પણ ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ. શરુમાં આ ડિવાઇસ ફ્લિપકાર્ટ.કોમ અને અમારી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ હતા. ગ્રાહકો તરફથી મળી રહેલા પ્રતિસાદને કારણે હવે અમે ઓફલાઈ સ્ટોર પર જવા માંગીએ છીએ.

રિયલમી C2 દેશભરમાં 8૦૦૦ સ્ટોર પરથી ઉપલબ્ધ થશે, જેમાં 349 સ્ટોર ગુજરાતમાં છે. દેશનાં 8૦૦૦ મલ્ટીબ્રાન્ડ સ્ટોરમાંથી 380 સ્ટોર ડિવાઇસની મુખ્ય બ્રાન્ડિંગની સાથે રિયલમી C2ના કેન્દ્રિત કોન્સેપ્ટ સ્ટોર હશે. રિયલમી ગ્રાહકોને વધારે પ્રભાવશાળી સેવાઓ પ્રદાન કરવા માટે ભારતમાં બજારની વધતી પહોંચની સાથે પોતાની સેવા નેટવર્કનો વિસ્તાર કરવાની યોજના પણ બનાવી રહી છે. આ વર્ષ રિયલમી અમદાવાદમાં પોતાના એક્સક્લુઝિવ સર્વિસ સેન્ટર પણ ચાલુ કરવા જઈ રહી છે.

રિયલમી C2માં 6.1 ઇંચની એચડી+ડ્યૂડ્રોપ ફુલ સ્ક્રીન આપી છે, જે વીડિયો જોવા અથવા ગેમ રમવાનો સારો અનુભવ આપે છે. એચડી+સ્ક્રીન પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ ૩ સ્ક્રીનની મજબૂતી વધારે છે. પેન્ટિંગ તથા પર્લ શાઇનિંગના 3 લેયરની સાથે ડાયમંડ કટ ડિઝાઇન આપી છે. રિયલમી C2 ડાયમંડ બ્લેક અને ડાયમંડ બ્લૂ એમ બે કલરમાં ઉપલબ્ધ થશે.

આ ફોનમાં 4000mAhની બેટરી આપી છે, જે સિંગલ ચાર્જમાં આખો દિવસ ચાલશે. રિયલમી C2માં 2.0 ગીગાહર્ટ્‌જ અને 12એનએમ ઓક્ટાકોર હીલિયો પી22 પ્રોસેસર આપ્યું છે. રિયલમી C2 ડ્યુઅલ સિમ 4Gનો સપોર્ટ આપે છે. તેમાં ટ્રિપલ ઇન્ડિપેન્ડેટ કાર્ડ સ્લોટની સાથે 256GBના એક્સપેન્ડેબલ સ્ટોરેજને સપોર્ટ કરશે.

રિયલમી C2માં ડ્યુઅલ રિઅર કેમેરા આપ્યા છે. જે 80એફપીએસ/480પી સ્લો-મોશન વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરશે. રિયલમી C2માં કલર ઓએસ 6 બેઝડ્ એન્ડ્રોઇડ પાઇ 9.0 પ્રોસેસર આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here