રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરનો ભાવ 2000 રૂપિયાને પાર, માર્ચના નીચલા સ્તરથી 130% વધ્યો સ્ટૉક

0
6
જિયો પ્લેટફોર્મ્સમાં સતત રોકાણ વધવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરોમાં તેજી આવી છે
જિયો પ્લેટફોર્મ્સમાં સતત રોકાણ વધવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરોમાં તેજી આવી છે.

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના શૅરે બુધવારે 2000 રૂપિયાના સ્તરે સ્પર્શ કર્યો છે. શૅર બજારમાં નબળાઈ હોવા છતાંય બુધવારે RILનો શૅર ઓલટાઇમ હાઈ 2010 રૂપિયા પ્રતિ શૅરના ભાવ પર પહોંચી ગયો. માર્ચમાં 867.82 રૂપિયાના નીચલા સ્તરથી RILના શૅરોમાં 130 ટકાની તેજી આવી છે. નોંધનીય છે કે, તેજીથી RIL 12 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ પાર કરનારી ભારતની પહેલી કંપની બની છે. હાલ, કંપનીની માર્કેટ કેપ (RIL Market Cap) 12.62 લાખ કરોડ રૂપિયા છે.

 માર્ચથી 130 ટકા શૅર વધ્યો - જિયો પ્લેટફોર્મ્સમાં સતત રોકાણ વધવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરોમાં તેજી આવી છે. માર્ચથી અત્યાર સુધી RILનો શૅર 130 ટકા ચઢ્યો છે. બુધવારે RILનો શૅર ઓલ ટાઇમ હાઈ પર પહોંચી ગયો. શૅરમાં તેજીથી RILની માર્કેટ કેપ 12.60 લાખ કરોડ રૂપિયાને પર થઈ ગઈ. અકે મહિનાથી પણ ઓછા સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાથી જેટલું વધ્યું છે.

માર્ચથી 130 ટકા શૅર વધ્યો – જિયો પ્લેટફોર્મ્સમાં સતત રોકાણ વધવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરોમાં તેજી આવી છે. માર્ચથી અત્યાર સુધી RILનો શૅર 130 ટકા ચઢ્યો છે. બુધવારે RILનો શૅર ઓલ ટાઇમ હાઈ પર પહોંચી ગયો. શૅરમાં તેજીથી RILની માર્કેટ કેપ 12.60 લાખ કરોડ રૂપિયાને પર થઈ ગઈ. અકે મહિનાથી પણ ઓછા સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 1 લાખ કરોડ રૂપિયાથી જેટલું વધ્યું છે.

ડોમેસ્ટિક બ્રોકરેજ કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરોમાં 2150 રૂપિયાની સાથે ખરીદીની સલાહ આપી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી AGMમાં ચેરમેન મુકેશ અંબાણીએ ગ્લોબલ સર્ચ એન્જિન ગૂગલે જિયો પ્લેઠફોર્મ્સમાં 33.737 કરોડ રૂપિયા રોકાણની જાહેરાત કરી. તેને બદલે જિયો પ્લેટફોર્મ્સમાં ગૂગલને 7.7 ટકા હિસ્સેદારી મળશે. કંપની ગૂગલ જિયોમાં રોકાણ કરનારી 14મી ગ્લોબલ કંપની છે.

આ ઉપરાંત નવા Jio TV+ લઈને પણ જાહેરાત કરવામાં આવી. નવા Jio TV+માં નેટફ્લિક્સ, અમેઝોન, પ્રાઇમ વીડિયો, હોટસ્ટાર જેવા તમામ OTT ચેનલ હશે. તેમાં લોગ-ઇન માટે અલગ-અલગ આઇડી પાસવર્ડની જરૂર નથી. Jio TV+ની સાથે જ તમે માત્ર એક ક્લિકમાં કોઈ પણ OTT પર કંઈ પણ જોઈ શકો છો. AGMમાં જિયો ગ્લાસ (JioGlass) લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ગ્લાસનું વજન 75 ગ્રામ છે. તે એક કેબલથી જોડાયેલું હશે. આ ગ્લાસમાં હાલ 25 એપ છે જેમાં આગળ અનેક બીજી એપ ઉમેરવામાં આવી શકે છે.

ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here