રિલાયન્સ ગુજરાતમાં 10 વર્ષમાં વધુ 10 લાખ રોજગારીનું સર્જન કરશે:મુકેશ અંબાણી

0
57

ગાંધીનગર: આજે 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં રિલાયન્સના મુકેશ અંબાણી હાજર રહ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધી 3 લાખ કરોડનું રોકાણ કર્યું છે અને 10 લાખને રોજગારી આપી છે. આગામી 10 વર્ષમાં તેને બમણું કરવામાં આવશે.

મુકેશ અંબાણીનું સંબોધન

રિલાયન્સમાં અમારો આદર્શ છે, ભારત પ્રથમ અને ભારતમાં ગુજરાત પ્રથમ. ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ છે અને કર્મભૂમિ પણ. ગુજરાત હંમેશા રિલાયન્સ માટે પ્રથમ પસંદગી બની રહ્યું છે અને રહેશે. અમે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી રૂ. 3 લાખ કરોડનું રોકાણ કર્યું છે અને ગુજરાતમાં 10 લાખ કરતાં વધારે જીવનનિર્વાહ તકો (રોજગારી)નું નિર્માણ કર્યું છે. છેલ્લાં એક દશકની સરખામણીમાં, રિલાયન્સ આગામી 10 વર્ષમાં આ રોકાણ અને રોજગારીને બમણાં કરશે.

ગુજરાતના વિકાસમાં રિલાયન્સની પાંચ પહેલ

પ્રથમ પહેલ તરીકે જિયો ગુજરાતને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ ડિજીટલી કનેક્ટેડ રાજ્ય બનાવશે.
બીજી પહેલ તરીકે જિયો અને રિલાયન્સ રિટેઈલ નવું કોમર્સ પ્લેટફોર્મ રજૂ કરશે, જે ગુજરાતના 12 લાખ નાના રિટેઈલરો અને દુકાનદારોનું સશક્તિકરણ કરશે અને તેમને સમૃધ્ધ બનાવશે.
ત્રીજી પહેલ તરીકે અમારી ઓઇલ ટુ કેમિકલ વ્યૂહરચના ભારતીય નિકાસોનાં મૂલ્યમાં અનેકગણી વૃધ્ધિ કરશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે.
ચોથી પહેલ તરીકે રિલાયન્સ ફાઉન્ડેશન પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પી.ડી.પી.યુ.)માં રૂ.150 કરોડનું રોકાણ કરીને તેને વધારે મજબૂત અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિધ્ધ સંસ્થા બનાવશે.
પાંચમી પહેલ તરીકે હાલમાં ભારતના હજારો ગામડાંમાં અને ગુજરાતના દરેક જિલ્લામાં હાજરી ધરાવતું રિલાયન્સ ફાઉન્ડેશન ‘રૂરલ ડિસ્ટ્રેસને રૂરલ પ્રોગ્રેસ’ (ગ્રમીણ કઠણાઇઓને ગ્રામીણ પ્રગતિ)માં કઈ રીતે પરિવર્તન કરી શકાય તે દર્શાવશે.

ભારતમાં ડેટા નિયંત્રણ અને માલિકી દેશ પાસે રહે

નરેન્દ્ર મોદી ‘મેન ઓફ એક્શન’ તરીકે પ્રસિધ્ધ છે અને તેથી જ તેમણે ભારતના ડેટાનું નિયંત્રણ અને માલિકી ભારતીય લોકો પાસે રહે તે માટે વિચારણા હાથ ધરવા સૂચન કર્યું હતું
ગાંધીજીએ રાજકીય ગુલામી સામે ભારતની લડત ચલાવી હતી.
આજે, ડેટાની ગુલામી સામે સાથે મળીને લડતનો પ્રારંભ કરવાની જરૂરિયાત છે
ડેટા જ નવું ઓઇલ છે અને ડેટા નવી સંપત્તિ છે
ભારતના ડેટા પર ભારતનું નિયંત્રણ અને માલિકી ભારતીય લોકોની હોવી જોઇએ નહીં કે કોર્પોરેટ કંપનીઓની ખાસ કરીને વૈશ્વિક કોર્પોરેટ કંપનીઓની.
ભારતે ડેટાથી ચાલતી ક્રાંતિમાં સફળ થવું હોય તો પણે ભારતીય ડેટાનું સંચાલન અને માલિકી ભારતમાં લાવવું પડશે, અન્ય શબ્દોમાં કહીએ તો ભારતીય સંપત્તિ પાછી દરેક ભારતીયને પાછી આપવી પડશે.

ગુજરાતીનું ગર્વ

ગર્વિષ્ઠ ગુજરાતી તરીકે કહ્યું, તમારું સ્વપ્ન એ મારું સ્વપ્ન છે. વૈશ્વિક સ્તરે પ્રસિધ્ધ ઔદ્યોગિક સાહસની તાકાતને વધારે વેગવાન બનાવીને અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિની ઊભરતી ડિજીટલ ક્રાંતિની તાકાતને ઉપયોગમાં લઇને આપણે સાથે મળીને ગુજરાતને વિશ્વનું સૌથી સમૃધ્ધ સ્થળ બનાવી શકીએ. આ રીતે, ગુજરાત માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મોડલ બની રહેશે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પ્રશંસા

અંબાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના પરિવર્તનકારી મોડલને દરેક ભારતીય રાજ્યએ અપનાવ્યું છે તેનો સંતોષ છે. આ પાયાની પહેલનો શ્રેય જે માત્ર એક નેતાને જાય છે તે છે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના દૂરંદેશી ધરાવતા નેતા આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેમની આગેવાની હેઠળ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વૃધ્ધિ પામતું અર્થતંત્ર બની રહ્યું છે.

રિલાયન્સ ગુજરાતમાં વિકેન્દ્રિત થશે

તેમણે જણાવ્યું હતું કે, રિલાયન્સનું નવું બિઝનેસ મોડલ માત્ર થોડાં જ સ્થળોએ કેન્દ્રિત રોકાણોથી આગળ વધીને સમગ્ર ગુજરાતમાં જુદાં-જુદાં સ્થળોએ વિકેન્દ્રિત રીતે ઘણું વધુ રોકાણ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here