Tuesday, October 26, 2021
Homeરિલાયન્સ જિયોએ 'કુંભ Jio Phone' કર્યો લોન્ચ, જાણો ફીચર્સ
Array

રિલાયન્સ જિયોએ ‘કુંભ Jio Phone’ કર્યો લોન્ચ, જાણો ફીચર્સ

Jio પોતાના ગ્રાહકો માટે ‘કુંભ Jio Phone’ લોન્ચ કર્યો છે. આ ફોનની ખાસિયત એ છે કે એમાં તમને પ્રયાગરાજના કુંભ મેળાથી જોડાયેલી નાની મોટી જાણકારી સરળતાથી મળી જશે અને તમારે આમથી તેમ ભટકવાની જરૂર પડશે નહીં. તમને જણાવી દઇએ કે આ ફોનમાં એ દરેક જાણકારી છે જેને તમારે કુંભ મેળા દરમિયાન જરૂરીયાત પડી શકે છે. આ ફોનની ખાસ વાત એ છે કે એને માત્ર 501 રૂપિયામાં ખરીદી શકો છો.

જાણો શું છે ખાસ 

આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે જો તમે તમારા પરિવાર સાથે કુંભ મેળામાં જઇ રહ્યા છો તો તમારા સંબંધી આ ફોનની મદદથી તમારા ટચમાં રહેશે. જો પરિવારનો કોઇ વ્યક્તિ ગુમ થઇ જાય છે તો ‘કુંભ Jio Phone’ ની મદદથી તમે એને સરળતાથી ટ્રેક કરી શકો છ અને થોડીક જ ક્ષણોમાં એનુ લોકેશન જાણી શકો છો. આ ફોનમાં એક ખાસ ફીચર કુંભ મેળાની ભીડભાડને ધ્યાનમાં લઇને બનાવવામાં આવ્યું છે.

આ ફોનની મદદથી તમે કુંભ મેળા દરમિયાન જિયોટીવી પર કુંભ મેળાના ખાસ પર્વો અને કાર્યક્રમોનો વીડિયો પ્રસારણ જોઇ શકશો. આ સાથે જ સરળતાથી કુંભ રેડિયો પણ સાંભળી શકો છો. આ ફોનમાં એ તમામ ફીચર્સ અને એપ્સ છે જે મોંઘા ફોનમાં હોય છે જો એપ્સની વાત કરવામાં આવે તો એમાં ફેસબુક, વોટ્સએપ, યૂટ્યૂબ જેવી જરૂરી એપ્સ એમાં પહેલાથી જ છે જેની મદદથી તમે તમારા મિત્રો અને પરિવારની સાથે કનેક્ટ રહી શકો છો.

‘કુંભ Jio Phone’ ને ખાસ એક્સચેન્જ ઓફર હેઠળ 501 રૂપિયામાં ખરીદી શકાય છે. એની સાથે જ તમને એક્ટિવેશનના સમયે કુંભ જિયો ફોન માટે રિફન્ડેબલ સિક્યોરિટીના રૂપમાં 501 રૂપિયા આપવા પડશે અને સાથે જ 594 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. જેમાં 6 મહિના માટે અનલિમિટેડ કોલિંગ અને ડેટા મળશે. આટલું જ નહીં ગ્રાહક આ ફોનને ખરીદ્યા બાદ દરરોજ હજારો રૂપિયા પણ જીતી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments