Tuesday, September 28, 2021
Homeરિલેશનમાં પ્રામાણિકતા હોવી જરૂરી છે તે સાચું, પણ આ વાતો ક્યારેય લાઈફ...
Array

રિલેશનમાં પ્રામાણિકતા હોવી જરૂરી છે તે સાચું, પણ આ વાતો ક્યારેય લાઈફ પાર્ટનર સાથે શેર ન કરો

કોઇ પણ રિલેશનને નિભાવવા માટે પ્રામાણિકતા અને સચ્ચાઇ સૌથી જરૂરી હોય છે. જે વ્યક્તિ સાથે ખૂબ જ પ્રેમ કરતા હોઇએ છીએ, તેમની સામે હંમેશા આપણે સાચું જ બોલીએ છીએ.

તમે જેને પ્રેમ કરો છો તેને પોતાની બધી વાતો શેર કરો છો. તમારા રાઝ, હમરાઝ બની જાય છે. તેનાથી બંને વચ્ચેની પારસ્પરિક સમજ અને તાલમેલ વધી જાય છે.

પરંતુ જીવનના કેટલાક એવા રાઝ પણ હોય છે. જેને કોઇ પણ પરિસ્થિતિમાં પોતાના પાર્ટનરને શેર ન કરવા જોઇએ, જો પાર્ટનર ખૂબ જ દબાણ કરીને પૂછે તો આ વિશે કોઇ વાત ન કરશો, ટાળી દો. કારણ કે તેની સીધી અસર તમારા વર્તમાન રિલેશનશિપ પર પડી શકે છે.

તમે કેટલા છોકરાઓને ડેટ કર્યા છે

આ પ્રશ્ન ન માત્ર તમારી શર્મિંદગીનું કારણ બની શકે છે, પરંતુ તેના કારણથી તમારી વર્તમાન રિલેશનશિપ પણ તૂટી શકે છે. જો કોઇ છોકરો તમને આ વિશે પૂછે છે તો તેના ઇરાદા સમજી જાઓ અને અલર્ટ થઇ જાઓ.

કારણ કે કોઇ પણ યોગ્ય વ્યક્તિને તમારા પાસ્ટ સાથે કોઇ લેવાદેવા ન હોવા જોઇએ. કોઇ પણ સમજદાર વ્યક્તિ પોતાના રિલેશનના વર્તમાન અને ભવિષ્ય પર ફોક્સ કરે છે. નહીં કે પાર્ટનરના પાસ્ટ પર. એટલા માટે કોઇ તમને આ પ્રશ્ન કરે છે ત્યારે તમારે તમારી પ્રામાણિકતા દર્શાવવાની જરૂર નથી.

શું તમે હજું પણ તમારા એક્સને યાદ કરો છો

જો કે નવા રિલેશનમાં હોવા છતા પોતાના એક્સ બૉયફ્રેન્ડને યાદ કરવો તે સામાન્ય વાત છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તેને પોતાના જીવનમાં ફરીથી મેળવવા ઇચ્છો છો. બની શકે છે તમે તમારા એક્સ સાથે કેટલાક સુંદર પળ વિતાવ્યા હશે. તેથી તેની યાદ આવવી લાજમી છે. પરંતુ આ યાદોને તમારા લાઇફ પાર્ટનર સામે વ્યક્ત કરવી જરૂરી નથી. તેનાથી મુશ્કેલીઓ જ વધશે. એટલા માટે પોતાના જીવનસાથી સાથે આ રાઝ ક્યારેય ન ખોલશો.

શું તમારા એક્સે તમારી પર ક્યારેય હાથ ઉઠાવ્યો છે?

જો તમારા એક્સે ક્યારેય તમારા પર હાથ ઉઠાવ્યો છે અથવા તેની સાથે મારપીટ થઇ છે, તો તે વિશે તમારા જીવનસાથી અથવા વર્તમાન બૉયફ્રેન્ડને ક્યારય ન જણાવશો. જૂની અને ખરાબ યાદોને ન તો યાદ કરો અને ન તો તેને કોઇની સાથે શેર કરો. કારણ કે તેનાથી તમને જ તકલીફ થશે.

એક્સ સાથે લાઇફની શું પ્લાનિંગ કરી

પાસ્ટ લવર સાથે તેની સાથે કરવામાં આવેલી લાઇફ પ્લાનિંગ પણ પાસ્ટની જ વાત છે. એટલા માટે તેને પોતાના વર્તમાન સાથીની સાથે શેર ન કરો. તે જુની યોજનાઓથી તમારા વર્તમાન પાર્ટનરને શું લેવાદેવા. પોતાના જીવનસાથીની સાથે નવા પ્લાન્સ બનાવો. જૂની વાતો કરીને પોતાની અને પોતાના લાઇફ પાર્ટનર વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઉભી ન કરશો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments