રિવરફ્રન્ટના પેડેસ્ટ્રિયન બ્રિજ પર જવા મલ્ટિલેવલ પાર્કિંગમાંથી સ્કાય વોક બનાવાશે

0
16

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પૂર્વ-પશ્ચિમને જોડતો પેડેસ્ટ્રિયન બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. 60 કરોડના ખર્ચે તૈયાર થનારો આ બ્રિજ જુન-2020 સુધીમાં પૂર્ણ કરાશે. 3000 ટનથી વધુ સ્ટીલના ઉપયોગથી આ બ્રિજ બનાવાશે. માત્ર ચાર સપોર્ટ પર આખો બ્રિજ તૈયાર કરવામાં આવશે. શહેરમાં કુલ સાત ફલાયઓવર છે જેમાં રાહદારીઓ માટેનો આ પ્રથમ બ્રિજ તૈયાર કરાશે. બ્રિજમાં સીટ હાઉસ પણ ગોઠવાશે જેથી લોકો નદીનો વ્યૂહ ત્યાં બેસીને લઈ શકે છે.

મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાની યોજના મૂકાઈ

આ ઉપરાંત ફલાવર ગાર્ડનની સામે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાની યોજના મૂકાઈ છે તેના બીજા માળેથી સ્કાયવોક ઉતારવામાં આવશે. આ સ્કાયવોક ફલાવર ગાર્ડન અને ઈવેન્ટ સેન્ટરની વચ્ચેના ફૂડ પ્લાઝા ખાતે ઉતારવામાં આ‌વશે. જેથી કોઈ પણ વાહનચાલક મલ્ટિલેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરીને સ્કાયવોકથી ફૂડ પ્લાઝા જઈ શકશે અને ત્યાંથી પેડેસ્ટ્રીયન બ્રિજથી પશ્ચિમથી પૂર્વ કાંઠે જઈ શકાશે.

બે કિમીનું અંતર 500 મીટરમાં કપાશે

રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે પેડેેસ્ટ્રિયન બ્રિજ પૂરો થાય ત્યાં નજીકમાં ભવિષ્યમાં આર્ટસ એન્ટ એજયુકેશન સેન્ટર (પૂર્વ કાંઠે) બનાવવાની યોજના છે જેથી ત્યાં જનારા લોકો પણ સીધા ત્યાં જઈ શકશે. મલ્ટિલેવલના સ્કાયવોક અને પેડેસ્ટ્રિયન બ્રિજ પરથી 500 મીટર ચાલીને લોકો સરળતાથી આર્ટસ સેન્ટરમાં પહોંચી શકશે જ્યારે આ જ સ્થળે વ્હીકલ લઈને રિવરફ્રન્ટનના રસ્તેથી જમાલપુર બ્રિજ થઈને જવા માટે દોઢથી બે કિમીનંુ અંતર થાય છે. અધિકારીઓનો દાવો છે કે, આ પેડેસ્ટ્રિયન બ્રિજના કારણે જમાલપુર બ્રિજ ખાતેનું વાહનોનું ભારણ ઘટી શકે છે. મલ્ટિલેવલ પાર્કિંગનું કામ તાજેતરમાં મંજૂર કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here