Saturday, October 23, 2021
Homeરિષભ પંતના જીવનમાં થઇ ‘લેડી લક’ની એન્ટ્રી, કોઇ હિરોઇનને પણ ટક્કર મારે...
Array

રિષભ પંતના જીવનમાં થઇ ‘લેડી લક’ની એન્ટ્રી, કોઇ હિરોઇનને પણ ટક્કર મારે એવી છે આ ‘મિસ્ટ્રી ગર્લ’

ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે દુનિયાની સામે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તેણે પોતાની ગર્લફ્રેન્ડ સાથેની તસવીર શેર કરી છે. ફક્ત 21 વર્ષના પંતે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરતાં લખ્યું કે, હું તમે ખુશ રાખવા માંગુ છું કારણ કે તુ એક જ કારણ છે જેના કારણે હું ખૂબ જ ખુશ છું.

https://www.instagram.com/p/Bss2wWUBxpq/?utm_source=ig_embed

પંતે ઓસ્ટ્રેલિયાથી પરત ફરતી વખતે જ આ તસવીર શેર કરી છે. પંત સાથે જે યુવતી છે તેનું નામ ઇશા નેગી છે.

https://www.instagram.com/p/BsqVtWdlj0R/?utm_source=ig_embed

ઇન્સ્ટાગ્રામ પર ઇશાનો બાયો છે તે અનુસાર તે ઇન્ટીરિયર ડેકોર ડિઝાઇનર છે. ઇશાએ પણ ઇન્સ્ટાગ્રામ પર આ જ તસવીર શેર કરતાં લખ્યુ, મારો હમસફર અને મારો સૌથી સારો મિત્ર, મારા જીવનનો પ્રેમ.

https://www.instagram.com/p/Bp85RyWlMkM/?utm_source=ig_embed

ઋષભ પંતે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યુ. તેણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝમાં 4 મેચમાં કુલ 20 કેચ કર્યા જે કોઇ ભારતીય ક્રિકેટરનો રેકોર્ડ છે.

https://www.instagram.com/p/Bj2O97CHIda/?utm_source=ig_embed

તેણે આ સીરીઝમાં 58ની સરેરાશથી કુલ 350 રન બનાવ્યા. ભારત માટે અત્યાર સુધી 9 ટેસ્ટ મેચ રમી ચુકેલા પંતે આ ફોર્મેટમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી હતી.

https://www.instagram.com/p/BsZqYZVhaPH/?utm_source=ig_embed

પંતે 10 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે 157 રન બનાવ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments