રિષભ પંતને ટીમમાં શામેલ કરવા મામલે ICCએ BCCIને આપ્યો આ જવાબ

0
12

  • CN24NEWS-20/06/2019
  • બુધવારે સાંજે શિખર ધવન અંગૂઠાની ઇજાને કારણે વિશ્વ કપમાંથી બહાર થયો ત્યારે ટીમ ઇન્ડિયાને ફટકો પડ્યો હતો. જો કે ટીમ ઇન્ડિયા પાસે રિષભ પંત તરીકે વિકલ્પ છે.  BCCIએ ટીમના સમાવેશ માટે આઈસીસી પાસેથી મંજૂરી માંગી હતી. ICCએ બુધવારે રાત્રે ટીમ ઇન્ડિયામાં પંતને સમાવી લેવાની પરવાનગી આપી હતી. રિષભ પંત હવે સત્તાવાર રીતે ટીમ ઇન્ડિયા સાથે જોડાયો છે.BCCIએ તેની વેબસાઇટ પર તેની જાણકારી આપતાં લખ્યું છે ICCએ તે વાતની પૃષ્ટી કરી દીધી છે કે તેની ટેકનીકલ સમિતિએ ICC વિશ્વ કપમાં પંતને ધવનના સ્થાને ટીમમાં સમાવવાં માટે મંજૂરી આપી છે. પંત બાકીની મેચો માટે ભારતીય ટીમો ભાગ બનશે

    શિખર ધવન ઓસ્ટ્રેલિયા સામે પેટ કમિન્સની બોલ પર અંગૂઠો ઘાયલ થયો હતો. આ છતાં તેને સદી ફટકારીને ભારતીય ટીમનો વિજય અપાવ્યો હતો. વર્લ્ડકપમાંથી બહાર આવ્યા પછી ધવન લાગણીશીલ બન્યો. સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરી ધવને કહ્યું કે  વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયા જીતશે. ધવન કહ્યું, હું આ વાત કહેતા ભાવુક થઇ રહ્યો છું કે કમનસીબે હું  ICC વર્લ્ડ કપ -2019માં રમી શકીશ નહીં, મારો અંગૂઠો સમય પર સારો થઇ શકશે નહીં , પરંતુ જીવન ચાલતું રહેવું જોઈએ. હું મારા ટીમના સભ્યો, ક્રિકેટ ચાહકો અને આખા દેશ સાથેના પ્રેમ અને સમર્થન માટે આભારી છું. ધવને વધુમાં કહ્યું હતું કે, ટીમના ખેલાડીઓ સારી રીતે રમી રહ્યા છે, અમે સારું કામ કરવાનું ચાલુ રાખીશું અને વર્લ્ડકપ જીતીશું

    શિખર ધવન, જેમણે 20 મેચોમાં 65.16 ની સરેરાશ સાથે ICC ટૂર્નામેન્ટમાં રમીને 1238 રન ફટકાર્યા છે જેમાં 6 સદી અને ચાર અડધી સદીઓ સમાવેશ થાય છે. ICC ટુર્નામેન્ટમાં 20 મેચોમા માત્ર શિખર ધવને 25,81%, રન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here