Thursday, October 28, 2021
Homeરિસર્ચ : કરોળિયાના ઝેરથી બનાવેલી ફૂગને લીધે મચ્છર મરશે, મલેરિયાને રોકવામાં મદદરૂપ...
Array

રિસર્ચ : કરોળિયાના ઝેરથી બનાવેલી ફૂગને લીધે મચ્છર મરશે, મલેરિયાને રોકવામાં મદદરૂપ થશે

હેલ્થ ડેસ્ક: અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીના શોધકર્તાઓએ મલેરિયાને રોકવા માટે નવા ઉપાયની શોધ કરી છે. આ શોધથી 45 દિવસોમાં 99 ટકા મચ્છરોને મારી શકાશે. આફ્રિકા દેશમાં થયેલા આ પ્રયોગને સફળતા મળી છે. શોધકર્તાઓએ કરોળિયાના ઝેરથી મેથારિઝિયમ પિંગહેંસ ફૂગ બનાવી છે. આ ફૂગના સંપર્કમાં આવવાથી જ મચ્છર મરી જાય છે. આ પ્રયોગથી મલેરિયા રોગને ફેલાતો અટકાવી શકાય છે.

1500 મચ્છર પર પ્રયોગ કર્યો, 13 જ જીવિત રહ્યા
આફ્રિકાના બુર્કિના ફાસો દેશમાં રિસર્ચ ટીમે પ્રયોગ માટે 6500 વર્ગ ફીટનો વિસ્તાર પસંદ કર્યો હતો. અહીં મચ્છરદાનીમાં 1500 મચ્છરોની વચ્ચે કરોળિયાની ફૂગને કપડાંમાં રાખીને મૂકવામાં આવી હતી. 45 દિવસો બાદ 13 મચ્છર સિવાય બધા મૃત્યુ પામ્યા હતા. ફૂગના પ્રભાવને લીધે મચ્છરની 2 પેઢીનો નાશ કરવો સરળ બને છે.

મલેરિયાથી લાખો લોકો પ્રભાવિત થાય છે
યુનિવર્સિટીના શોધકર્તાઓનું કહેવું છે કે, માદા એનોફિલિસ મેલેરિયાની વાહક હોય છે. આ મચ્છર કરડવાથી દુનિયામાં દર વર્ષે 4 લાખ લોકો મોતને ભેટે છે. દર વર્ષે આશરે 219 કરોડ લોકો મલેરિયાને લીધે બીમાર થાય છે. ફૂગ એનોફિલિસ મચ્છરને સંક્રમિત કરીને કરીને મારી દે છે.

ઓસ્ટ્રેલિયાના કરોળિયામાંથી ઝેર કાઢ્યું
મેરીલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર રેમંડ સેન્ટ લેગરે કહ્યું કે, ફૂગ બનાવવા માટે અમે જેનેટિક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. આ માટે ઓસ્ટ્રેલિયામાં મળતી ફનલ વેબ કરોળિયાના ઝેરનો ઉપયોગ કર્યો હતો. ફૂગ જેવી મચ્છરની અંદર પહોંચે છે, તેવું ઝેર કામ કરવાનું શરુ કરી દે છે અને મચ્છરની સંખ્યા ઓછી થઈ જાય છે.

બીજે પ્રયોગ કરવાની તૈયારી
પ્રોફેસર લેગરે વધુમાં કહ્યું કે, કરોળિયા કોઈ પણ જીવાણુંને મારવા પોતાનું ઝેર તેની અંદર છોડી દે છે. અમે આ જ ટેકનિક અપનાવી. લેબમાં થયેલા પ્રયોગોની મદદથી ફૂગથી ઝડપથી મચ્છરને મારી શકાય છે. આવનાર સમયમાં દુનિયાના બીજા પણ ઘણા દેશમાં આ પ્રયોગ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments