રિસર્ચ / મનુષ્યનાં મગજમાં વીજળીના ઝટકા આપવાથી ક્રિએટિવિટીમાં સુધારો થાય છે

0
33

મગજને કરંટ આપવાથી મનુષ્યની ક્રિએટિવિટીમાં સુધારો આવી શકે છે. જર્મનીની ફ્રીબર્ગ યુનિવર્સીટીના શોધકર્તા એલિસાબેથ હર્નસ્ટીન અને તેમના સાથીઓએ ટીડીસીએસ(Transcranial direct current stimulation) ટેક્નોલોજી દ્વારા આ પ્રયોગ કરીને બતાવ્યો છે. ટીડીસીએસમાં માથા પર ઇલેક્ટ્રોડ લગાવીને મગજમાં સામાન્ય વીજળીના ઝટકા આપવામાં આવે છે.

રિસર્ચ પ્રમાણે પોઝિટિવ ઇલેક્ટ્રોડ એટલે કે એનોડને કારણે મગજની કોશિકાઓ વધારે મહેનત કરે છે, જયારે નેગેટિવ ઇલેટ્રોડ એટલે કે કેથોડને કારણે સ્થિતિ આખી પલટાય જાય છે.

બ્રેન સિમ્યુલેશનમાં પ્રકાશિત એક પેપરમાં વૈજ્ઞાનિકોએ લખ્યું છે કે, 22 મિનિટ સુધી ટીડીસીએસ દ્વારા વિદ્યાર્થીઓનાં મગજને ત્રણ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં કરંટ આપ્યો હતો. આ પ્રયોગને સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. મનોવૈજ્ઞાનિકોએ ક્રિએટિવિટી માપવા માટે આ ટેસ્ટનો ઉપયોગ કર્યો હતો.

રિસર્ચ માટે વિદ્યાર્થીઓના મગજની ડાબી અને જમણી બાજુએ એનોડ અને કેથોડ મૂક્યા હતા. વિદ્યાર્થીઓનાં મગજ પર એનોડ અને કેથોડ એમ બંનેને લઈને અલગ-અલગ પ્રતિક્રિયા જોવા મળી હતી

રિસર્ચ ગ્રુપના મેમ્બર ક્રિસ્ટોફ નિસેને કહ્યું કે, ટીડીસીએસ ટેક્નોલોજી દ્વારા વિદ્યાર્થીઓ પર પ્રયોગ કરવાથી 10 થી 20 ટકા સારું પરિણામ મળ્યું છે. ઇલેક્ટ્રોડની પોઝિશન બદલી દેવાથી ક્રિએટિવિટીમાં ઘટાડો નોંધાયો હતો. જો કે, આ રિસર્ચ બાદ પણ ટીડીસીએસ ટેક્નોલોજી મગજ પર કેવી અસર પાડે છે, તે સ્પષ્ટ નથી થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here