રિસર્ચ : સાત કલાકથી ઓછી ઊંઘ હૃદય માટે યોગ્ય નથી, સ્ટ્રોક અને હાર્ટ અટેક આવવાનું જોખમ વધી જાય છે

0
33

હેલ્થ ડેસ્કઃ આપણે ઘણીવાર સાંભળ્યું છે કે રાત્રે ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઊંઘ તો લેવી જ જોઇએ. જે લોકો દરરોજ રાત્રે સાત કલાકથી ઓછી ઊંઘ લે છે, તેમના હૃદયને નુકસાન પહોંચે છે. તેમજ તેમને સ્ટ્રોક અને હાર્ટ અટેક આવવાનું જોખમ વધી જાય છે. આ વાત એક સંશોધનમાં સામે આવી છે. સંશોધકોનું કહેવું છે કે જે લોકો સાત કલાકથી ઓછી ઊંઘ લે છે, તેમનામાં હૃદય રોગ (CVD) અને કોરોનરી હૃદય રોગ વધવાનું જોખમ વધુ રહે છે.

એક્સપરિમેન્ટલ ફિઝિયોલોજી જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, એવા લોકો જે દૈનિક સાત કલાકથી ઓછી ઊંઘ લે છે તેમના શરીરના નિયમનકારો અથવા માઇક્રો રાઇબન્યૂક્લીઇક એસિડ (miRNA)નું લોહીનું સ્તર બહુ ઓછું હોય છે. માઇક્રો RNA જીન અભિવ્યક્તિને અસર કરે છે અને ચેતાસ્નાયુ આરોગ્યને જાળવી રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શું કહે છે સંશોધનકારો?
અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ્ટોફર ડિસુઝાએ કહ્યું કે, ‘આ સંશોધન એક નવી સંભવિત પદ્ધતિ દર્શાવે છે, જેના આધારે ઊંઘ હૃદયનું આરોગ્ય અને સમગ્ર શરીરવિજ્ઞાનને અસર કરે છે.’

કેવી રીતે રિસર્ચ થયું?
સંશોધનમાં સંશોધકોએ 44થી 62 વર્ષની વયના લોકો (પુરુષો અને સ્ત્રીઓ બંને)ના લોહીના નમૂના લીધા હતા, જેમાં ઊંઘ સંબંધિત આદતો વિશે તેમની પાસે એક પ્રશ્નાવલી ભરાવવામાં આવી હતી.

રિસર્ચનાં પરિણામો
અડધા પ્રતિભાગીઓ રાત્રે લગભગ 7થી 8.5 કલાક ઊંઘતા હતા, જ્યારે બીજા અડધા લોકો દરરોજ રાત્રે 5થી 6.8 કલાક સુધી ઊંઘતા હતા. રિસર્ચ ટીમે પહેલેથી ચેતાસ્નાયુના આરોગ્ય સાથે સંકળાયેલા 9 miRNAની અભિવ્યક્તિ માપી. તેમાં તેમને જાણવા મળ્યું કે અપૂરતી ઊંઘ લેતા લોકોમાં miR-125A, miR-126, અને miR-14Aની માત્રા પૂરતી ઊંઘ લેતા લોકોની સરખામણીએ 40થી 60 ટકા ઓછી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here