રિસર્ચ : સ્ટ્રેસના કારણે ફેસબુકની આદત પડી જાય છે, 18થી 65 વર્ષની વયના 309 ફેસબુક યુઝર્સ પર સર્વે થયો

0
15

હેલ્થ ડેસ્કઃ જો તમે એવું માનતા હો કે જ્યારે પણ તમે સ્ટ્રેસમાં હો ત્યારે ફેસબુક અથવા કોઈપણ સોશિયલ મીડિયા પર થોડો સમય પસાર કરો તો એ થોડા સમય માટે તમને તણાવમાંથી છૂટકારો મળી જાય છે. પરંતુ તાજેતરમાં જ થયેલા એક નવા અભ્યાસના પરિણામોથી જાણવા મળ્યું છે કે, એવા લોકો જે હંમેશાં સ્ટ્રેસમાં રહે છે તેમનામાં ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઇટ્સનો વપરાશ એ તેમને વ્યસની બનાવી દે છે.

18થી 56 વર્ષના ફેસબુક યુઝર્સને સામેલ કરવામાં આવ્યા
આ અભ્યાસ માટે સંશોધકોએ એક ઓનલાઇન સર્વેથી પરિણામોની તપાસ કરી, જેમાં 18થી 56 વર્ષની વચ્ચેના 309 ફેસબુક યુઝર્સને સામેલ કરવામાં આવ્યા હતા. આ અભ્યાસની મુખ્ય સંશોધક જુલિયા બ્રેલોવ્સકાયા જણાવતાં કહે છે કે, ‘અમે ખાસ કરીને આ સર્વે માટે વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું કારણ કે, વિદ્યાર્થીઓ મોટાભાગે કેટલાક કારણોસર બહુ વધારે તણાવ અનુભવે છે. વિદ્યાર્થીઓને સફળ થવા માટે તેમની પર પ્રેશર કરવામાં આવે છે. ઘણાં બાળકોને તેમનું કુટુંબ અને સામાજિક વર્તુળ છોડીને જીવનમાં પહેલીવાર ઘર ચલાવવું પડે છે. નવા સંબંધો બનાવવા પડે છે.’

ઓફલાઇન અને ઓનલાઇન બંને જગ્યાઓ પર કેટલો સપોર્ટ મળે છે?
આ અભ્યાસના પરિણામો સાઇકાઅટ્રી રિસર્ચ નામની જર્નલમાં પ્રકાશિત થયા છે. સંશોધકોએ આ અભ્યાસમાં લોકોને પૂછ્યું કે કેવી રીતે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તેમના તણાવ સ્તરને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે અને સાથે જ તેમને તણાવના સમયે ઓફલાઇન અને ઓનલાઇન બંને જગ્યાએ કેટલો સપોર્ટ મળે છે? આ સાથે યુઝર્સને એ પણ પૂછવામાં આવ્યું કે તે દરરોજ ફેસબુક પર કેટલો સમય પસાર કરે છે? અને જ્યારે તેઓ ઓનલાઇન ન હોય તો શું અનુભવે છે?

ફેસબુક પર આધારિત ન રહેવા માટે પરિવારનો સાથ મળવો જરૂરી
અભ્યાસમાં એ વાત સામે આવી કે, સ્ટ્રેસનું લેવલ જેટલું વધારે હતું ફેસબુક પર સ્ટ્રેસથી પીડિત એ વ્યક્તિનું જોડાણ એટલું વધારે હતું. જુલિયા કહે છે કે, અમારા અભ્યાસ પરિણામો જણાવે છે કે દૈનિક તણાવની ગંભીરતા અને ફેસબુકના જોડાણ વચ્ચે હકારાત્મક સંબંધ છે, જેના કારણે કહી શકાય કે સ્ટ્રેસના કારણે સોશિયલ નેટવર્કિંગ સાઇટની લત લાગી જાય છે અથવા તેની પર નિર્ભરતા વધી જાય છે. જો કે, જો તણાવનો સામનો કરી રહેલી વ્યક્તિને પરિવાર અથવા મિત્રો તરફથી મદદ મળે તો ફેસબુક પરની નિર્ભરતા ઘટાડી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here