રીતિક રોશનની ‘સુપર 30’નું નવું પોસ્ટર રિલીઝ, 4 જૂને ટ્રેલર આવશે

0
38

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રીતિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સુપર 30’નું નવું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ આ ફિલ્મનું ટ્રેલર ચાર જૂને રિલીઝ થશે, તેમ પણ કહેવામાં આવ્યું છે. આ ફિલ્મ 12 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. રીતિક રોશને સોશિયલ મીડિયામાં ફિલ્મનું નવું પોસ્ટર શૅર કર્યું છે.

ઘણીવાર રિલીઝ ડેટ બદલાઈ
‘સુપર 30’ ફિલ્મ સૌ પહેલાં વર્ષની શરૂઆતમાં 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી. આ દિવસે કંગનાની ફિલ્મ ‘મણિકર્ણિકા’ રિલીઝ થવાની હતી. પછી ફિલ્મની રિલીઝ ડેટ બદલીને 26 જુલાઈ કરવામાં આવી હતી. આ જ દિવસે કંગનાની ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ રિલીઝ થવાની હોવાથી રીતિકે ક્લેશ અટકાવવા માટે પ્રોડ્યૂસર્સને નવી રિલીઝ ડેટ જાહેર કરવા વિનંતી કરી હતી. આથી હવે, આ ફિલ્મ 12 જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. જોકે, આ જ દિવસે સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા સ્ટારર ‘જબરીયા જોડી’ પણ રિલીઝ થવાની છે.

આનંદ કુમાર પર આધારિત
‘સુપર 30’ ફિલ્મ બાયોગ્રાફિકલ ડ્રામા છે. રીતિક રોશને ફિલ્મમાં પટનાના ગણિતના ટીચર આનંદ કુમારનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર, અમિત સાધ અને નંદિશ સંધુ મહત્ત્વના રોલમાં છે. પહેલાં આ ફિલ્મનો ડિરેક્ટર વિકાસ બહલ હતો પરંતુ મીટૂમાં નામ આવતા તેના સ્થાને અનુરાગ કશ્યપને લેવામાં આવ્યો છે. વિકાસ બહલને મીટૂના આરોપોમાં ક્લીન ચિટ મળી હોવાથી ‘સુપર 30’માં તેને ડિરેક્ટર તરીકે ક્રેડિટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here