રૂપાણીએ ફરી લોચો માર્યોઃ સુઝુકીનો જે પ્લાન્ટ ચાલુ છે તેનું ઉદ્ઘાટન કરવાની જાહેરાત

0
33

ગાંધીનગરઃ  CM રૂપાણીએ વાઈબ્રન્ટ સમિટ 2019ની સફળતાના ગુણગાન ગાવા માટે બીજા જ દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી એવી જાહેરાત કરી કે ગુજરાત સરકાર 27 નવા પ્રોજેક્ટનું માર્ચ સુધીમાં ઉદ્ધાટન કરશે. પરંતુ નવાઈની વાત તો એ છે કે આ 27 પ્રોજેક્ટમાં મોટા ભાગના પ્રોજેક્ટ તો અગાઉથી જ કાર્યરત છે. તો રૂપાણી ઉદ્ધાટન કોનું કરશે? ગોળાગોળા વાતોમાં સાચી વાત એવી છે કે રૂપાણી આ કાર્યરત પ્રોજેક્ટમાં નાના એવા નવા યુનિટીનું જ ઉદ્ધાટન કરશે.

આજ મહિને શરૂ થયેલા સુઝુકી પ્લાન્ટનું ફરી ઉદ્ધાટન કરશે

રૂપાણી અમદાવાદના માંડલપુરમાં આવેલા મારુતિ સુઝુકી ગુજરાત પ્રાઈવેટ લિમિટેડના સ્વિફ્ટ મૅન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ધાટન કરવાના છે. વાઈબ્રન્ટ ગુજરાતનાં ઉદ્ઘાટન દિવસ 18 જાન્યુઆરીના રોજ સુઝુકીએ પોતાની  ગ્લોબલ વેબસાઇટ પર આ પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યો છે તેવી જાહેરાત કરી દીધી હતી ત્યારે હવે CM કોનું ઉદ્ધાટન કરશે

કાર્યરત ઈન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટમાં જ નાના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે

રૂપાણી અદાણી, પલોનજી, વેલ્સ્પુન, ટોરેન્ટ, બાલાજી અને જેસીબી વગેરે જેવા ગૃપ અગાઉથી જ કાર્યરત એવા પ્લાન્ટ, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અને પ્રોજેક્ટમાં જ શરૂ થનારા નાના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવાના છે અને પ્રેસ કોન્ફરન્સમાં તો આખી કંપનીઓના ઉદ્ધાટન કરવાના હોય તેવી જાહેરાતો કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here