Monday, October 18, 2021
Homeરૂપાણીએ મોદીના 21 મંત્રીના મંત્રીમંડળનો રેકોર્ડ તોડ્યો મંત્રીઓની સંખ્યા 24 થઈ
Array

રૂપાણીએ મોદીના 21 મંત્રીના મંત્રીમંડળનો રેકોર્ડ તોડ્યો મંત્રીઓની સંખ્યા 24 થઈ

ગાંધીનગરઃ 2012માં સરકાર બન્યા પછી ત્રીજી વખત રૂપાણીએ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હવે મંત્રીઓની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે. આ સાથે જ રૂપાણીએ ગુજરાતની સ્થાપના 1960થી લઈ અત્યાર સુધીના સૌથી વધુ મંત્રીઓ ધરાવતી સરકાર બનાવી છે. અત્યાર સુધી સૌથી વધુ મંત્રીઓ રાખવાનો રેકોર્ડ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનો હતો. મોદીના 21 મંત્રીઓના મંત્રીમંડળનો રેકોર્ડ તુટી આજે રૂપાણીએ 24 મંત્રીઓ વાળા મંત્રીમંડળનો રેકોર્ડ સ્થાપ્યો છે.

અત્યારસુધીમાં ગુજરાતમાં સૌથી વધુ મંત્રીઓ ધરાવતી સરકાર નરેન્દ્ર મોદીની હતી. પરંતુ હવે રૂપાણીની સરકાર બની છે. જેમ જેમ સરકારની અસ્થિરતાં અને અસંતોષ વધે તેમ તેમ નવા મંત્રીઓ ઉમેરવા પડે. રૂપાણીએ 2018માં સરકાર બનાવ્યા પછી બે વખત મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. માત્ર એક વર્ષના ટુંકા ગાળામાં બે વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરવું પડે અને 24 મંત્રીઓ રાખવા પડે એ સરકારની અસ્થિરતાંની નિશાની છે. હાલમાં રૂપાણી સરકાર એવી પરિસ્થિતીમાં આવી છે કે મંત્રીઓ વધુ છે અને ખાતાઓ ઓછા પડી રહ્યા છે.
2002થી 2019 સુધીમાં મંત્રીમંડળનું કદ
વર્ષ મુખ્યમંત્રી મંત્રીમંડળનું કદ
2002 નરેન્દ્ર મોદી 17
2007 નરેન્દ્ર મોદી 19
2012 નરેન્દ્ર મોદી 21
2019 વિજય રૂપાણી 24
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments