રૂપાણી સરકાર ફરી સંવેદનહીન સાબિત થઈ, ક્લાસીસમાં વારંવાર લાગતી આગ મામલે પગલાં લેવામાં નિષ્ફળ

0
39

અમદાવાદઃ ગુજરાતમાં ટ્યૂશન ક્લાસીસમાં આગ લાગવાની છેલ્લા છ મહિનામાં આ ત્રીજી ઘટના છે, આમ છતાં પણ ગુજરાત સરકાર કે મ્યુનિસિપલ તંત્ર ટ્યુશન ક્લાસીસમાં ફાયરસેફ્ટી ની ચકાસણી કરવામાં સદંતર નિષ્ફળ જતા આજે ફરી એકવાર 19 બાળકો આગમાં હોમાઇ ગયા છે. નવેમ્બર 2018માં સુરતના વેસુમાં આવેલા એક ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગની ઘટનાને વાલી, વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાએ ખૂબ જ ગંભીરતાથી લઈ ગુજરાતના તમામ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવા અને આવા બેફામ બનેલા અને બેરોકટોક ચાલતા ટ્યૂશન ક્લાસીસ સામે પગલાં ભરવા માટેની માગણીઓ કરી હતી. આમછતાં રૂપાણી સરકારે બે-ચાર ટ્યુશન ક્લાસીસની ચકાસણી કર્યા હોવાનું નર્યું નાટક કરીને રોષ ઠારવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ આજે ફરી એકવાર સુરતની ઘટના એ રૂપાણી સરકારની તંત્ર પરની પકડ છૂટી ગઈ હોવાનું પ્રસ્થાપિત થઈ રહ્યું છે.

અગાઉની ઘટનાઓમાંથી કંઈ શીખ્યા નહીં, તંત્ર પર પકડ નહીં
ગુજરાતમાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓની નિષ્ક્રિયતાને કારણે આ પ્રકારની વારંવાર ઘટનાઓ બની રહી છે. ગત નવેમ્બરમાં સુરતમાં બનેલી આગની ઘટના બાદ અમદાવાદમાં ટ્યૂશન ક્લાસીસમાં પણ આગ લાગી હતી. તે સમયે પણ રૂપાણી સરકાર જાગી ન હતી, પરિણામે આજે ફરીવાર સમગ્ર દેશને હચમચાવનારી એક અતિ દુઃખ ઘટના બની છે. જો મુખ્યમંત્રીની તંત્ર પર પકડ હોય તો આ પ્રકારની ઘટનાઓ કેમ અટકાવી શકતા નથી?.

મુખ્યમંત્રી રાજીનામું આપે અથવા દાખલો બેસાડે એવા પગલાં ભરેઃ જનતા
સુરતની આજની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ભારે રોષ મળી રહ્યો છે અને જનતાના કાળજાકંપી ઉઠ્યા છે. પરંતુ આપણી નિંભર સરકાર હજુ પણ ઉંઘી રહી હોય તેમ લાગે છે. આ અંગે પ્રજાજનોનું કેવું છે કે રૂપાણી સરકાર વાલી-વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાની સુરક્ષા મુદ્દે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોવાથી નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ અથવા તો જવાબદારો સામે તાત્કાલિક અસરથી પગલાં ભરીને દાખલો બેસાડવો જોઈએ. આ સિવાય સુરતમાં રૂપાણી હાય હાયના નારા પણ લગાવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here