Tuesday, December 7, 2021
Homeરૂપિયો રમાડવામાં કિંજલ સામે પાટીદાર નેતા હાર્દિક હારી ગયો
Array

રૂપિયો રમાડવામાં કિંજલ સામે પાટીદાર નેતા હાર્દિક હારી ગયો

ગાંધીનગર: પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલના સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના તેના કુળદેવી મંદિરમાં દિગસર ખાતે રવિવારે સંપૂર્ણ સાદગીથી સંપન્ન થયા હતા. લગ્નમાં લગ્ન પૂરા થયા પછી વરકન્યા ઘરે આવે પછી જે રૂપિયો રમાડવાની વિધિ થાય છે તે વિધિમાં જે જીતે તેનું દામ્પત્ય જીવનમાં ચાલે તેવી લોકવાયકા છે. આ પ્રમાણે જોઇએ તો લગ્ન સંપન્ન થઇ ગયા પછી વિરમગામના હાર્દિકના નિવાસસ્થાને રમાયેલી ઓડિયે-કોડિયેની વિધિમાં કિંજલ સામે હાર્દિક પટેલ હારી ગયો હતો.

પાંચ વખત રમાયેલી વિધિમાં બે વખત હાર્દિક પટેલ જીત્યો હતો અને ત્રણ વખત કિંજલ જીતી ગઇ હતી. હાર્દિકના ઘરે શનિવારે મંડપ મુહૂર્ત,દાંડિયા રાસ યોજાયા પછી રવિવારે વહેલી સવારે લગ્ન માટે દિગસર જાન પહોંચી ગઇ હતી. હાર્દિક પટેલે મેવાડના મહારાજાઓ પહેરે તેવી રૂ. 11 હજારની શેરવાની, રૂ. 1100નો સાફો પહેરીને લગ્ન કર્યા હતા, આ બંને વસ્તુઓ રાજસ્થાનથી આવી હોવાનું રાજસ્થાન પાસના નેતા ગેહરીલાલ ડાંગીએ જણાવ્યું હતું. જાનમાં વરકન્યા પક્ષના થઇને આશરે 450 લોકો દિગસર આઠ કલાકે પહોંચી ગયા હતા અને 12-30 કલાકે લગ્નની મુખ્યવિધિ પૂરી થયા પછી ઊંધિયા,બે શાક,પૂરી,રોટલી,ચોકલેટ બાસુંદી સહિતના મેનૂવાળું જમણ 1-30 કલાકે સંપન્ન થયું. આ પછી બપોરે 2.45 કલાકે તો જાન દિગસરથી રવાના થઇ વિરમગામ સાંજે સાડા પાંચ કલાકે પહોંચી ગઇ હતી.

હાર્દિકે કહ્યું હતું કે, બંનેએ મળીને સંકલ્પ લીધો છે કે, સંઘર્ષ, સંઘર્ષ, સંઘર્ષ, જીવનના છેલ્લા શ્વાસ સુધી સત્ય,લોકો અને સમાનતા માટે સંઘર્ષ. પત્નીને સમાનતાનો હક આપીશ તેવું જાહેરમાં વચન આપીને સમાજમાં સમાનતા માટે લડવાનો નિર્ધાર કર્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments