‘રૂહ-અફઝા’ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે જાહન્વી કપૂર પહેલીવાર ડબલ રોલમાં દેખાશે

0
46

બોલિવૂડ ડેસ્ક: રાજકુમાર રાવ ‘સ્ત્રી’ બાદ ફરી એક હોરર કોમેડી ફિલ્મ કરવાનો છે અને આ વખતે તેની સાથે જાહન્વી કપૂર સ્ક્રીન પર દેખાશે. આ ફિલ્મમાં ‘ફુકરે’ ફેમ વરુણ શર્મા પણ સામેલ છે. દિનેશ વિજન ‘સ્ત્રી’ બાદ આ બીજી હોરર કોમેડી ફિલ્મ ‘રૂહ-અફઝા’ને પ્રોડ્યૂસ કરવાના છે. આ ફિલ્મથી ગુજરાતી ડિરેક્ટર, સ્ક્રીન રાઇટર હાર્દિક મહેતા ડિરેક્ટર તરીકે એન્ટ્રી લઇ રહ્યો છે.

હોરર કોમેડી ફિલ્મ

કેરેકટર્સ

દિનેશ વિજને જણાવ્યું કે, વરુણ અને રાજકુમાર કોમેડી કરવામાં માહેર છે. ફીમેલ લીડ માટે એવી એક્ટ્રેસની જરૂર હતી જે બે તદ્દન વિરુદ્ધ વ્યક્તિત્ત્વ ધરાવતાં પાત્રોની ભૂમિકા સરળતાથી ભજવી શકે. જાહન્વી આ પાત્રમાં ફિટ બેસતી હતી. તે સ્ક્રિપ્ટ સાથે એકદમ જોડાઈ ગઈ છે. ફિલ્મની સ્ક્રિપ્ટ યંગ, રિફ્રેશિંગ અને એકદમ ક્રેઝી છે અને જાહન્વી એકદમ એવી જ છે.

 

ફિલ્મમાં જાહન્વી રૂહી અને અફસાનાની ભૂમિકા ભજવશે. જાહન્વીની આ પહેલી ફિલ્મ છે જેમાં તે ડબલ રોલમાં દેખાશે.

ડિરેક્શન
હાર્દિક મહેતાને ‘અમદાવાદમાં ફેમસ’ ડોક્યુમેન્ટરી માટે નેશનલ અવોર્ડ મળેલો છે. તેમના આ જ કામને કારણે તેઓ પ્રોડ્યૂસર દિનેશ વિજનની નજરમાં આવ્યા હતા. વિજને જણાવ્યું કે, ‘હાર્દિક આ ફિલ્મ માટે બેસ્ટ ચોઈસ છે.’ વધુમાં વિજને ઉમેર્યું કે, આપણા વર્લ્ડ અને સુપરનેચરલ વર્લ્ડની વચ્ચે એક સાવ પાતળી ભેદરેખા છે અને હાર્દિક આ બન્ને દુનિયાને ભેગી કરવાની આવડત બખૂબી જાણે છે. તે આરામથી કોઈપણ વિચિત્ર પરિસ્થિતિને હકીકત તરીકે બતાવી શકે છે.’ અગાઉ રાજકુમાર સાથે હાર્દિકે સાથે કામ કર્યું છે. ‘ટ્રેપ્ડ’ મૂવીનો રાઇટર હાર્દિક મહેતા હતો. ઉપરાંત ‘ક્વીન’, ‘લૂટેરા’ જેવી ફિલ્મોનો સ્ક્રિપ્ટ સુપરવાઇઝર પણ રહી ચૂક્યો છે.
શૂટિંગ અને રિલીઝ
ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જૂન મહિનામાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં શરૂ કરવામાં આવશે. હાલ પૂરતી ફિલ્મની રિલીઝ ડેટ 20 માર્ચ, 2020 રખાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here