રેલવે / ઈન્દોરની ટિકિટ બૂક કરાવી હોય તો રદ કરજો, ટ્રેનમાં મસાજ આપવાની સુવિધા હવે નહિ મળે

0
40

  • CN24NEWS-16/06/2019
  • ભાજપના વરિષ્ઠ નેતા સુમિત્રા મહાજને રેલમંત્રીને પત્ર લખી વિરોધ કર્યો હતો
  • આવી સુવિધા જાહેર મર્યાદાના ભારતીય માપદંડોને અનુકૂળ નથી: મહાજન

નેશનલ ડેસ્ક: ગત અઠવાડિયે ભારતીય રેલવેના રતલામ સર્કલે વધારાની આવક માટે ટ્રેનમાં મસાજની સુવિધા આપવા અંગે કરેલી જાહેરાત ભારે ટીકા થતાં છેવટે રદ કરી છે. પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને આ અંગે રેલમંત્રીને પત્ર લખીને બોલકો વિરોધ કર્યો હતો.

રતલામ સર્કલ અંતર્ગત આવતી અને ઈન્દોરથી પસાર થતી કુલ 39 ટ્રેનમાં પ્રવાસીઓને માથા અને પગના મસાજ (ચંપી)ની સુવિધા આપવાનું નક્કી થયું હતું. રેલવેની આવક વધારવાના હેતુથી નવનિયુક્ત રેલમંત્રી પિયુષ ગોયલે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. રતલામ સર્કલના પાયલટ પ્રોજેક્ટની સફળતાના આધારે આ સુવિધા દેશભરમાં લાગુ કરવાની યોજના હતી, પરંતુ ભારે વિરોધ થવાથી તેનું બાળમરણ થયું છે.

આ પ્રસ્તાવથી નારાજ થયેલાં લોકસભાના પૂર્વ અધ્યક્ષા અને ઈન્દોરના પૂર્વ સાંસદ સુમિત્રા મહાજને ગોયલને પત્ર લખીને વાંધો ઊઠાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ટ્રેનમાં મહિલા મુસાફરોની હાજરીમાં પુરુષોને મસાજની સુવિધા આપવાનું ભારતીય સમાજના મર્યાદાના માપદંડોથી વિપરિત છે.

મહાજનના વિરોધ પછી શનિવારે મોડી સાંજે રેલવેના રતલામ સર્કલના પ્રવક્તાએ આ પ્રસ્તાવ રદ કરવાની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here