રેલવે ટિકિટ પર મોદીનો ફોટો છાપવા અંગે ચૂંટણી પંચે રેલવેને બીજી વખત નોટિસ ફટકારી

0
0

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે  રેલવે ટિકિટ પર વડાપ્રધાન મોદીનો ફોટો છાપવાના મામલે રેલવે મંત્રાલયને બીજી વખત નોટિસ ફટકારી છે. મંત્રાલયને આ અંગે શનિવારે જ જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.  આટલું જ નહીં પરંતુ કાઠગોદામ-શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરોને ‘મેં ભી ચોકીદાર’ લખેલા કપમાં ચા અપાઈ રહી હતી. મુસાફરો દ્વારા કપની તસવીરો ટ્વીટ કરાતા રેલવે અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અધિકારીઓએ નોટિસનો જવાબ આપતા કહ્યું કે, અજાણતામાં આ ભૂલ થઈ ગઈ છે.

ઈનકમટેક્સ કર્ણાટકમાં સતત કોંગ્રેસ અને જેડીએસ ઉમેદવારો અને નેતાઓની વિરુદ્ધમાં દરોડા પાડીને કાર્યવાહી કરી રહ્યું છે. જેની સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ ચૂંટણી પંચ, સેન્ટ્ર્લ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે. દિનેશે પત્રમાં લખ્યું કે, કેન્દ્રનો સત્તાધારી પક્ષ ભાજપ, કર્ણાટક અને ગોવામાં ઈનકમટેક્સ વિભાગનો દૂરઉપયોગ કરી રહ્યાં છે. અહીંના ઈનકમટેક્સ અધિકારીઓ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે. હું તમને વિનંતી કરુ છું કે ચૂંટણીની નિષ્પક્ષતાને ધ્યાનમાં રાખતા આ અંગે થોડુ ધ્યાન આપશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here