એરડા ટ્રેક ખાતે યોજવામાં આવેલા વર્કશોપમાં વિવિધ સ્થળેથી આવેલી મહિલા રેસર્સે ફિઝિકલ અને ટેક્નિકલ ટ્રેનિંગ પ્રાપ્ત કરી હતી. મોટર સ્પોર્ટસ ક્લીનીક અને રેડ બુલ એથ્લેટ અને રેસિંગ ચેમ્પિયન મીરા એરડાએ ટોચની 20 મહિલા કાર્ટિંગ ડ્રાઇવર્સ માટેના વર્કશોપમાં નોલેજ શેરિંગ કર્યું હતું. તેમાં જાન્વી ભાવસાર મુંબઈ-2019ની રેડબુલ કેચ અપ વુમન્સ કાર્ટિંગ ચેમ્પિયનશિપ અને ઓટોક્રોસ વિજેતા છે. અંજલિ એન્ટો દિલ્હી-2018ની રેડબુલ કેચ અપની વિજેતા છે. શ્રધ્ધા કાણેકર મુંબઈ- ઈન્ડિયા કાર્ટિંગ રેસમાં મલ્ટીપલ પોડિયમ ફિનીશર રેડબુલ કેચ અપની 2018 અને 2019માં ભાગ લીધો હતો. દિલ જા ટીએસ, થ્રિસુર કેરળની એક માત્ર મહિલા રેસર છે. જેકે ટાયર નેશનલ ચેમ્પિયનશિપની નોવાઇસ કપની ટીમ ડીટીએસનો હિસ્સો હતી. પ્રિયંકા સિંઘ મુંબઈ- મોન્સુન સ્કૂટર રેલી 2018ની વિજેતા છે. ઈશા શર્મા બેલગામ અવીવા પુન્ડોલે પૂણેની વિજેતા અને ભાગ્યશ્રી આર બેંગલુરુ ટોપ 30 આહુરા ટેલન્ટ હંટ 2109ની વિજેતા છે. રૂપાલી પ્રકાશ બેંગલુરુ વિન્ટેજ કાર ડ્રાઈવર અને ફેડરેશન ઓફ હિસ્ટોરીક વ્હીકલ ઓફ ઇન્ડિયાની વિજેતા છે. જે હાજર રહ્યા હતાં.
દેશની ટોચની 18 મહિલા રેસરની ટેકનિકલ, ફિઝિકલ ટ્રેનિંગ યોજાઇ
વર્કશોપ દરમિયાન મીરાં અને પાર્ટિસીપન્ટ્સે હળવાશની પળોમાં ખુશી વ્યક્ત કરી હતી.
વિવિધ સ્પર્ધાઓમાં કેવીરીતે જીતાય તેનું પણ જ્ઞાન આપ્યું
મીરા એરડાએ ભાગ લેનાર લોકોને મોટર સ્પોર્ટસમાં વ્યવસાયિક ડ્રાયવરોને ટેકનિકલ અને ફિઝિકલ રુટિન્સ અંગેની જાણકારી પૂરી પાડી હતી. મીરા એરડાએ નવ વર્ષની ઉંમરથી રેસિંગની શરૂઆત કરી હતી. તેણે 25 દિવસની તાલીમ લઈને વર્ષ 2010માં ભારતમાં જે કે ટાયર નેશનલ રોટેકસ મેડલ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. તેણે તે વર્ષમાં મલેશિયામાં યોજાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય રેસ પ્લસ યામાહા એસ એસ ઈન્ટરનેશનલ ચેલેન્જમાં ભાગ લીધો હતો. તેણે 2011માં પ્રથમ રેસમાં વિજેતાનું ગૌરવ હાંસલ કર્યું હતું.
મીરાંએ પોતાની સફળતાની સફર રેસર્સ સાથે શેર કરી
મીરા એરડાએ બેસ્ટ ઈમ્પ્રુવ્ડ ડ્રાયવર ઓફ ધ યરનું સન્માન પણ મેળવ્યું હતું. પરફોર્મન્સ દ્વારા મીરા એરડાએ જે કે રેસિંગ ચેમ્પિયનશીપ 2014 જીતી હતી અને સૌથી યુવા ફોર્મ્યુલા 4 ગર્લ ડ્રાયવર તરીકેનું બહુમાન મેળવ્યું હતું. પ્રત્યેક વર્ષે પરફોર્મન્સમાં સુધારા દ્વારા વર્ષ 2016માં મીરા એરડા ફોર્મ્યુલા રૂકી ચેમ્પિયન બની હતી અને એફએમએસસીઆઈ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષ 2017માં તે યુરો જેકે સિરિઝમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. ત્યારે આ સફરને પણ મીરાંએ તમામ રેસર્સ સાથે શેર કરી હતી.