Tuesday, December 7, 2021
Homeરેસિપી: ઘરે જ બનાવો ટેસ્ટી અને એકદમ યમી એવુ 'સરસોં દા શાગ'
Array

રેસિપી: ઘરે જ બનાવો ટેસ્ટી અને એકદમ યમી એવુ ‘સરસોં દા શાગ’

પંજાબી ડિશ ખાવાના શોખીનો સિઝન આવે એટલે  એક વખત જરૂરથી સરસોં દા સાગ ખાવા માટે પોતાના શહેરની ફેમસ પંજાબી ઢાબા કે હોટલ પર જતા હોય છે. ગરમા ગરમ શાક અને મકાઇનો રોટલી શિયાળાની ઠંડી ઉડાડી દે છે. આમ પણ સરસવ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ હેલ્ધી છે. તો જાણી લો રીત અને ઘરે જ બનાવો ઢાબા જેવું ટેસ્ટી અને યમી સરસોં દા સાગ…

સામગ્રી:

– 250 ગ્રામ સરસોં(સરસવ)ની ભાજી
– 150 ગ્રામ પાલક
– 50 ગ્રામ ગાજર
– 1/2 કપ મકાઇના દાણા
– 100 ગ્રામ ટામેટા
– 3 ટી સ્પૂન મકાઇનો લોટ
– 3 ટેબલ સ્પૂન ઘી
– 1 ટેબલ સ્પૂન જીરૂ
– ચપટી હિંગ
– 5 કળી જીણું સમારેલુ લસણ
– 100 ગ્રામ ઝીણી સમારેલી ડુંગળી
– 4 લીલા મરચાં
– 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
– 1 ટી સ્પૂન ખાંડ
– 2 ટેબલ સ્પૂન બટર
– મીઠું પ્રમાણસર

બનાવવાની રીત:

સરસોંને ગુજરાતીમાં સરસવની ભાજી કહેવામાં આવે છે. આ સરસવ અને પાલકની ભીજીને ઝીણી સમારી પાણીમાં 2 મિનિટ ઉકાળો. ત્યારબાદ તેને ઠંડી કરીને મિક્સરમાં પીસી લો. હવે ગાજર છીણી લો. મકાઇના દાણા બાફીને અધકચરા વાટી રાખવા, ટામેટા નાના સમારવા, મકાઇનો લોટ પાણીમાં ઘોળીને પીસેલી ભાજીમાં મિક્સ કરો.

આ પછી એક પેનમાં ઘી મૂકી જીરૂ, હિંગ નાખી લસણ, ડુંગળી અને ગાજરનો વઘાર કરો. આ મિશ્રણને લસણ સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં મકાઇના દાણા, લીલા મરચાં, કોથમીર, ટામેટાના ટુંકડા, મીઠું, ખાંડ નાખીને 5 મિનિટ સુધી મિશ્રણને હલાવતા રહો પછી બાફેલી અને ક્રશ કરેલી ભાજીને તેમાં મિક્સ કરો. બસ હવે આ મિશ્રણને ફકત 5 મિનિટ સુધી ઉકાળો અને બરોબર મિક્સ કરી લો. ગેસની બંધ કરી તેમાં પ્રમાણસર બટર નાખી અને ગરમાગરમ મકાઇની રોટલી સાથે સર્વ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments