રોટરી કલબ ઓફ હળવદ દ્વારા , પાણી ના પરબનું લોકાર્પણ

0
56
રોટરી કલબ ઓફ હળવદ દ્વારા સંચાલિત અને લાયોનેશ કલબ ઓફ કિંગ્સ સર્કલ, મુંબઈ ના આર્થિક સહયોગથી ઠંડા અને શુદ્ધ પાણી ના પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું.
હાલ ગરમીની સિઝન માં  ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચવા આવ્યો છે ત્યારે આ પરબ તરસ્યાની તરસ છીપાવવા માં ખુબ જ ઉપયોગી આશીર્વાદ રૂપ સાબિત થશે.  આ પરબ લોકો ની ખૂબ અવાર જવર વાળા અને ભીડભાળ વાળા વિસ્તારમાં તેમજ સરા ચોકડી પાસે આવેલ સિનિયર સિટીઝન પાર્ક પાસે બનાવવામાં આવી છે.
જેથી રોજ સેંકડો માણસો પરબ ઉપર પાણી પીને તરસ છિપાવિને હાશકારો અને ઠંડક ની અનુભૂતિ કરી શકશે.     ઉનાળા દરમિયાન આગ ઝરતી ગરમીમાં રાહદારીઓની તરસ છીપાવવાના ના હેતુથી તેમજ શહેરમાં પાણીના પાઉચ ને હિસાબે થતી ગંદકી નિવારવા અને હળવદ શહેરને સ્વચ્છ રાખવાનો વિચાર પણ થોડે અંશે ફળશે.  આ પ્રોજેક્ટમાં ઠંડા પાણી માટે કુલર અને ફિલ્ટર લાયોનેશ કલબ ઓફ કિંગ્સ સર્કલ, મુંબઈ તરફથી આપવામાં આવેલ છે.
આ પ્રોજેકટ માં લાયોનેશ કલબના પ્રેસિડેન્ટ, નિર્મલા ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન મયુરિકા જોબલિયા, ટ્રેઝરર પૂર્ણિમા મહેતા, જોઈન્ટ સેક્રેટરી, જ્યોતિ મહેતા હાજર રહ્યા હતા.
રોટરી હળવદ પ્રેસિડેન્ટ રમેશભાઈ ઝાલોરીયા, સેક્રેટરી ગજેન્દ્રભાઈ મોરડીયા, આસી.ગવર્નર નરભેરામભાઈ અઘારા, ગોપાલભાઈ ઠક્કર,અરવિંદભાઈ પટેલ,  મનિષભાઈ દક્ષિણી, રાજેશભાઈ ઝાલા તેમજ ઇનરવિલ કલબ, રોટરેક્ટ કલબ, આર.સી.સી. કલબ ના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.પ્રોજેક્ટ ચેરમેન રાજેન્દ્રસિંહ રાણાએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર : રોહિત પટેલ , CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here