રોબર્ટ વાડ્રાની ફેસબુક પર પ્રતિક્રિયા, મેં હંમેશા ગરીબ લોકોની મદદ કરી છે

0
34

મની લોન્ડ્રિંગ કેસ મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, દેશમાં કેટલાક મુદાઓ ઉપરથી ધ્યાન ભટકાવવા માટે મારા વિરૂદ્ધ રાજકીય ષડ્યંત્ર રચવામાં આવ્યુ. છેલ્લા 10 વર્ષથી મારા વિરૂદ્ધ કાર્યવાહી કરી બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

મારા પર લગાવવામાં આવેલા આરોપ પાયા વિહોણા છે. વાડ્રાએ કહ્યુ કે, મે હમેશા ગરીબ લોકોની મદદ કરી છે. ઈડી અંગે વાડ્રાએ કહ્યુ કે, દિલ્હી અને રાજસ્થાનમાં મારી લગભગ આઠ વખત પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ દરમ્યાન સહયોગ આપવામાં આવ્યો અને કાયદાનું પાલન પણ કરવામાં આવ્યુ.

મહત્વપૂર્ણ છે કે, ઈડી દ્વારા કાયદાકીય ગાળિયો વધુ કસવામાં આવતા વાડ્રા સોશિયલ મીડિયામાં વધારે સક્રિય થયા છે. જેઓ એક બાદ એક પોસ્ટ કરી રહ્યા છે. વાડ્રા મની લોન્ડ્રિંગ અને બીકાનેર જમીન વિવાદ મામલે કાયદાકીય પ્રક્રિયાનો સામન કરી રહ્યા છે. જેથી તેમની અનેકવાર પૂછપરછ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here