Wednesday, September 28, 2022
Homeરોહિત બાદ વિરાટ કોહલી પણ આઉટ , ભારત 33 ઓવર 177/3, જીતથી...
Array

રોહિત બાદ વિરાટ કોહલી પણ આઉટ , ભારત 33 ઓવર 177/3, જીતથી 67 રન દૂર

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: 244 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 33 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવી 177 રન કર્યા છે. અંબાતી રાયુડુ 15 રને અને દિનેશ કાર્તિક 7 રને રમી રહ્યા છે. વિરાટ કોહલી 41 રને આઉટ થયો હતો. રોહિત શર્મા 62 રન કરી આઉટ થયો હતો. રોહિતે પોતાની વનડે કારકિર્દીની 38મી ફિફટી ફટકારી હતી. ભારતે 39 રનના સ્કોરે શિખર ધવનની વિકેટ ગુમાવી હતી. ધવન બોલ્ટના બોલને પુશ કરવા જતા ફર્સ્ટ સ્લીપમાં રોસ ટેલરને કેચ આપી બેઠો હતો. ધવને 27 બોમા 28 રન કર્યા હતા. તે બાદ કોહલી અને રોહિતે 50 રનની ભાગીદારી કરી કિવિઝને મેચમાં પરત ફરવાનો કોઈ ચાન્સ આપ્યો ન હતો. ભારત જીતથી 67 રન દૂર છે.

* વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદીની ભાગીદારી

26 – સચિન તેંડુલકર /સૌરવ ગાંગુલી
20 – તિલકરત્ને દિલશાન / કુમાર સંગક્કારા
16 – એડમ ગિલક્રિસ્ટ / મેથ્યુ હેડન
16 – રોહિત શર્મા / વિરાટ કોહલી*
15 – ગોર્ડન ગ્રીનીજ / ડેસમન્ડ હેયન્સ
15 – મહેલ જયવર્દને /કુમાર સંગક્કારા

* રોહિત શર્માએ લિસ્ટ-A ક્રિકેટમાં 10 હજાર રન કરનાર 10મોં ભારતીય બન્યો

* ભારત માટે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન કરનાર બેટ્સમેન

219 ઇંનિંગ્સ – વિરાટ કોહલી
252 ઇંનિંગ્સ – સૌરવ ગાંગુલી
257 ઇંનિંગ્સ – સચિન તેંડુલકર
260 ઇંનિંગ્સ – રોહિત શર્મા

કિવિઝે પ્રથમ દાવમાં 243 રન કર્યા

કિવિઝે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 49 ઓવરમાં 243 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમના માટે રોસ ટેલરે સર્વાધિક 93 રન કર્યા હતા. તે ઉપરાંત ટોમ લેથમે 51 રનનું યોગદાન આપ્યું હતું. ટેલર અને લેથમે ચોથી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી. તે બંને સિવાય અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ ઉપર ટકી શક્યું ન હતું. ભારત માટે મોહમ્મદ શમીએ 3 વિકેટ જયારે ભુવનેશ્વર કુમાર, યૂઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. જયારે કોહલીએ બ્રેસવેલને 15 રને રનઆઉટ કર્યો હતો.

* કેન વિલિયમ્સન- રોસ ટેલરની જોડીએ કિવિઝ તરફથી ભારત સામે એક ભાગીદારી માટે સૌથી વધુ રનનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા આ રેકોર્ડ નેથન એસ્ટલે- સ્ટીફન ફ્લેમિંગના નામે હતો. તેમણે 741 રન કર્યા હતા.

*ભારત છેલ્લી 10 વનડેથી ઓપનિંગ પાવરપ્લે ( 1-10 ઓવર)માં 2 વિકેટ લેવામાં સફળ રહ્યું છે.

*છેલ્લી 14 વનડેમાં ન્યુઝીલેન્ડની ઓપનિંગ જોડીનું પ્રદર્શન
10, 23, 5, 16, 34, 23, 3, 14, 13, 1, 0, 12, 6, 6

જયારે ઇજા/બીમારીના લીધે ધોનીએ વનડે ન રમી શક્યો
આજે, માઉન્ટ માઉનગાનુઈ ખાતેની મેચ (હેમસ્ટ્રીંગ)
2013માં વેસ્ટ ઇન્ડિઝ ખાતેની ટ્રાઈ-સિરીઝમાં 3 વનડે ( હેમસ્ટ્રીંગ)
2007માં આયર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2 વનડે ( વાઇરલ ફીવર)

પ્રથમ વિકેટ:
શમીએ નાખેલો બોલ ઑફ સ્ટમ્પથી ઘણો દૂર અને ફૂલ લેન્થમાં પીચ થયો હતો. મુનરો હાર્ડ હેન્ડ્સ સાથે રમતા ફક્ત એજ મેળવી શક્યો હતો. રોહિતે સ્લીપમાં તેનો આસાન કેચ કર્યો હતો. મુનરોએ 9 બોલમાં 7 રન કર્યા હતા. (10-1)

બીજી વિકેટ:
ભુવનેશ્વરે ઑફની બહાર ફુલ લેન્થવાળી તેની આગવી ચેનલમાં બોલ નાખ્યો હતો અને ગુપ્ટિલ પોતાને ડ્રાઈવ કરતા રોકી શક્યો ન હતો. ગુપ્ટિલ જોકે ફક્ત આઉટસાઇડ એજ જ પ્રાપ્ત કરી શક્યો હતો અને કીપર કાર્તિકે આસાન કેચ કર્યો હતો. ગુપ્ટિલે 15 બોલમાં 13 રન કર્યા હતા. (26-2)

ત્રીજી વિકેટ:
યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં પ્રેસર રિલીઝ કરવાના પ્રયાસમાં કેન વિલિયમ્સને આગળ આવીને શોટ માર્યો હતો. તે બોલને નીચે રાખી શક્યો ન હતો અને મીડ-વિકેટ ઉપર હાર્દિકે પોતાની ડાબી બાજુ ડાઇવ લગાવીને બે હાથથી શાનદાર કેચ કર્યો હતો. કિવિઝના કેપ્ટ્ને 48 બોલમાં 28 રન કર્યા હતા. (59-3)

ચોથી વિકેટ:
ટોમ લેથમ ફિફટી ફટકાર્યા બાદ રનરેટ વધારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. ચહલની બોલિંગમાં ડીપ-મિડવિકેટ પર રાયુડુના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 64 બોલમાં 51 રન કર્યા હતા. (178-4)

પાંચમી વિકેટ:
સસ્પેન્સ બાદ હાર્દિકે પ્રથમ વિકેટ લેતા હેનરી નિકોલસને 6 રને શોર્ટ બોલમાં આઉટ કર્યો હતો. નિકોલસ હાર્દિકના શોર્ટ બોલથી સરપ્રાઈઝ થઇ ગયો હતો અને બોલ તેના જમણા ખમ્બા પર હતો પુલ કરવાના પ્રયાસમાં તે કીપરને કેચ આપી બેઠો હતો. (191-5)

છઠી વિકેટ:
ખરાબ બોલ, ખરાબ શોટ અને સેન્ટનર કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. હાર્દિકે બીજી વિકેટ લેતા સેન્ટનરને શોર્ટ બોલમાં આઉટ કર્યો હતો. સેન્ટનરે ફિટ મૂવમેન્ટ વગર બોલને સ્મેશ કરવા જતા માત્ર થીક એજ મેળવી શક્યો હતો. તેણે 9 બોલમાં 3 રન કર્યા હતા. (198-6)

સાતમી વિકેટ:
રોસ ટેલર શમીના ફિફ્થ સ્ટમ્પની લાઈનના બોલને જોરથી પ્રહાર કરવા જતા વિકેટ પાછળ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. તે 106 બોલમાં 93 રન કરી આઉટ થયો હતો.(222-7)

આઠમી વિકેટ:
2 બોલ પહેલા જ કેચ છોડ્યા બાદ કોહલીએ આ વખતે શમીની બોલિંગમાં લોન્ગ-ઓન પર સોઢીનો કેચ આરામથી પકડ્યો હતો. શોઢીએ 12 બોલમાં 12 રન કર્યા હતા.

નવમી વિકેટ:
ટ્રેન્ટ બોલ્ટ બોલને શોર્ટ-મિડવિકેટ પર પુશ કર્યો હતો જ્યાં કોહલી તૈયાર જ હતો. બ્રેસવેલ પહેલેથી બેકઅપ કરતા ઘણો આગળ નીકળી ગયો હતો અને કોહલીએ હાથથી બેલ્સ પાડી તેને રનઆઉટ કર્યો હતો. ડગ બ્રેસવેલે 18 બોલમાં 15 રન કર્યા હતા.

દસમી વિકેટ:
ભુનેશ્વરના બોલમાં બોલ્ટ શમીને આસાન કેચ આપી આઉટ થયો હતો. તેણે 4 બોલમાં 2 રન કર્યા હતા.


કિવિઝે ટૉસ જીતીને બેટિંગ લીધી

ભારત વિરુદ્ધ માઉન્ટ માઉનગાનુઈ ખાતેની ત્રીજી વનડેમાં ન્યુઝિલેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો કરવાનો નિર્ણય છે. ભારતે પ્લેઈંગ 11માં 2 ફેરફાર કર્યા છે. હેમસ્ટ્રીંગ ખેંચાઈ જતા એમએસ ધોની આજની મેચ નથી રમી રહ્યો, તેની જગ્યાએ દિનેશ કાર્તિક રમી રહ્યો છે. જયારે સસ્પેન્ડ થયા બાદ હાર્દિક પ્રથમ વાર મેદાને ઉતરશે. તે વિજય શંકરની જગ્યાએ રમી રહ્યો છે. હાર્દિક છેલ્લે સપ્ટેમ્બર 2018માં એશિયા કપમાં રમ્યો હતો. તેમાં પાકિસ્તાન વિરુદ્ધ ઈજાગ્રસ્ત થતા તે ટીમની બહાર થયો હતો. કિવિઝે પોતાની ટીમમાં એક ફેરફાર કરતા કોલીન ડી ગ્રેન્ડહોમની જગ્યાએ મિશેલ સેન્ટનરને રમાડ્યો છે.

ટીમ ઇન્ડિયા:
વિરાટ કોહલી (કેપ્ટ્ન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયુડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, કુલદિપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.

ટીમ ન્યુઝીલેન્ડ:
કેન વિલિયમ્સન (કેપ્ટ્ન), રોસ ટેલર, ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, ટોમ લેથમ, કોલીન મુનરો, હેનરી નિકોલસ, મિશેલ સેન્ટનર, ઈશ શોધી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular