રોહિત શર્મા મારી ઉપર મરતો હતો, બધુ બરાબર હતું પણ એકવખત એણે લોકો સામે….

0
29

કલર્સનો પોપ્યુલર રીઅલિટી શો બીગ બૉસ 7ની વિવાદિત કન્ટેસ્ટંટ સોફિયા હયાત વારંવાર ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે એક ખાસ કારણથી ઘણી વધારે ચર્ચામાં આવી છે. વાસ્તવમાં સોફિયાએ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને આઈપીએલ ટીમના મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા સાથે સંબંધોને લઈને મોટા મોટા દાવાઓ કર્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોફિયા હયાત પોતાના જીવન પર એક પુસ્તક લખી રહ્યા છે જેમાં તેઓ રોહિત શર્મા સાથેનાં તેમના સંબંધો વિશે લખશે એવી વાતો કરવામાં આવી રહી છે. એક વેબસાઇટ પર આપેલાં ઈન્ટરવ્યુમાં તેણે એ વાતનો દાવો કર્યો છે કે તે રોહિત સાથે સંબંધમાં હતી અને આ વિશે તેઓ તેમના પુસ્તકમાં ઉલ્લેખ કરવા માંગે છે. તેમણે જણાવ્યું હતું કે રોહિત મારી પર મરતો હતો. બંને ખૂબ નજીક હતા અને સાથે જ રહેતા હતા. અમે ખૂબ સમય સાથે વિતાત્યો છે.

રોહિત સાથે તેમના સંબંધો વિશે વાત કરતી વખતે તેઓએ કહ્યું કે તે બંનેમાં બધું બરાબર હતું. પરંતુ એક દિવસ રોહિતે સોફિયાને લોકોને એવું કહીને ઇન્ટ્રોડક્શન કરાવ્યું કે આ મારી ફેન છે, તેથી મને દુ:ખ થયું. પછી બંન્ને વચ્ચે સંબંધો તૂટવા લાગ્યાં. જો કે રોહિત તરફથી અત્યાર સુધી કોઈ પણ સ્ટેટમેન્ટ આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here