Sunday, November 28, 2021
Homeરોહિત શેટ્ટીની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'સૂર્યવંશી'નું પોસ્ટર જાહેર, ફિલ્મ ઈદ 2020માં...
Array

રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’નું પોસ્ટર જાહેર, ફિલ્મ ઈદ 2020માં રિલીઝ થશે

બોલિવૂડ ડેસ્ક: ડિરેક્ટર રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સ્ટારર એક્શન ફિલ્મ ‘સૂર્યવંશી’નો ફર્સ્ટ લુક જાહેર થયો છે. ફિલ્મમાં અક્ષય ફરીવાર પોલીસના રૂપમાં દેખાશે. ‘સિંઘમ’ અને ‘સિમ્બા’ જેવી પોલીસ ઓફિસર પર આધારિત સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ ‘સૂર્યવંશી’ 2020માં ઈદના દિવસે રિલીઝ થશે. ડિરેક્ટર રોહિત અને અક્ષયની આ પહેલી ફિલ્મ છે જેમાં બન્ને સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ થશે. ફિલ્મના પ્રોડ્યૂસર હીરૂ યશ જોહર, અરુણા ભાટિયા, કરણ જોહર, અપૂર્વા મહેતા અને રોહિત શેટ્ટી છે.

https://www.instagram.com/p/BunJ5mhh6o1/?utm_source=ig_embed

આ મૂવી રોહિત શેટ્ટીની પોલીસ યુનિવર્સનું મૂવી છે. ફિલ્મ ‘સિંઘમ’, ‘સિંઘમ રિટર્ન્સ’ અને’ સિમ્બા’ પછી સ્ટોરીનો ચોથો ભાગ હશે. ફિલ્મમાં અક્ષય વીર સૂર્યવંશીનો રોલ પ્લે કરશે જે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ ચીફ છે. અક્ષયના બેકગ્રાઉન્ડમાં ગાડીની નંબર પ્લેટમાં સિમ્બા લખેલું પણ દેખાય છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગણનો કેમિયો પણ હશે એટલે આગળની ફિલ્મોના બન્ને ઓફિસર પણ અક્ષયની સાથે દેખાશે. આ ફિલ્મ કોઈ સાઉથની ફિલ્મની રીમેક નથી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments