લંડનમાં EVM હેકિંગના દાવા બાદ કોંગ્રેસ કહ્યું- તેને દૂર કરવું મુશ્કેલ, ફુલપ્રુફ બનાવવામાં આવેઃ કોંગ્રેસ

0
42

લંડનઃ લંડનમાં EVM હેકિંગના દાવાની વચ્ચે કોંગ્રેસ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ઈવીએમને ફુલપ્રુફ બનાવવામં આવે. કોંગ્રેસના પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ આજે કહ્યું કે આજે વિશ્વના થોડાક જ એવા દેશો છે, જયાં EVM બચ્યા છે. જે દેશો તેનો વપરાશ કરતા હતા, તેમણે પણ તેને વપરાશ બંધ કર્યો છે.

સિંઘવીએ કહ્યું કે અમે ઈચ્છીએ છે કે ચૂંટણી ફરીથી પેપર બેલેટ પર થાય. પરંતુ તે આટલું ઝડપી શકય નથી. આ કારણે અમે EVMને ફુલપ્રુફ બનાવવાની માંગ કરી રહ્યાં છે. હાલ VVPTનો માત્ર 1 ટકા ઉપયોગ થઈ રહ્યો છે. અમે એવી માંગ કરી રહ્યાં છે કે VVPTના મોટા સેમ્પલ એટલે કે 50 ટકાની તપાસ થવી જોઈએ. EVMનો દુરઉપયોગ અમુક જ મશીનમાં કરવામાં આવે છે. સિંઘવીએ કહ્યું કે લંડનમાં ઈવીએમ હેકિંગના દાવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે, તે પછી અમે આ વિશે વાત કરીશું.

અગાઉ જેટલી અને જાવડેકરના નિવેદન પર સિંધવીએ કહ્યું કે આ વખતની લડાઈ મોદી વિરુદ્ધ ભારતની છે. મોદીના ઠગ-બંધન અને જનબંધનની વચ્ચેની લડાઈ છે. મોદી સરકાર આઈ, મી, માઈસેલ્ફવાળી છે. સિંધવીએ જણાવ્યું કે જાવડેકરે કહ્યું હતું મોદી પછી અરજાકતા ફેલાશે. અંહકારની એક હદ વટી ગયા પછી આ પ્રકારના નિવેદન આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here