લંડન : હીથ્રો એરપોર્ટ પર ફસાયું એર ઈન્ડિયાનું વિમાન, ટેકનિકલ ખામીને કારણે મોડું થયું

0
65

નવી દિલ્હીઃ એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 162 છેલ્લા બે દિવસથી રનવે પર જ ઊભું છે. જેનું કારણ વિમાનમાં આવેલી ટેકનિકલ સમસ્યા છે. આ ફ્લાઈટ હીથ્રો- દિલ્હી રૂટ પર ઉડાન ભરે છે. ફ્લાઈટને ભારતીય સમયાનુસાર સવારે 9 કલાકે 47 મિનિટે દિલ્હી માટે ઉડાન ભરવાની હતી, પરંતુ ટેકનિકલ સમસ્યાને કારણે આવું થઈ શક્યું ન હતું.

હાલ તમામ યાત્રિકો લંડનના હીથ્રો એરપોર્ટ પર ફસાયા છે. એર ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એર લાઈનની લંડનમાં આવેલી એન્જિનિયરિંગ ટીમે હીથ્રો એરપોર્ટ પર ઊભેલા વિમાનનું નિરીક્ષણ કર્યુ છે. તેના માટે જરૂરી ઉપકરણો પણ મંગાવ્યા છે. એર ઈન્ડિયાની એન્જિનિયરિંગ ટીમ ઉપકરણો સાથે મુંબઈથી હીથ્રો માટે રવાના થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here