Tuesday, September 28, 2021
Homeલંપટ સંચાલકે છાત્રા સાથે અડપલા કર્યા બાદ જેતપુર સ્પેસ સ્કૂલમાંથી વાલીઓનો સામૂહિક...
Array

લંપટ સંચાલકે છાત્રા સાથે અડપલા કર્યા બાદ જેતપુર સ્પેસ સ્કૂલમાંથી વાલીઓનો સામૂહિક LC કઢાવવા નિર્ણય

જેતપુર: જેતપુરની સ્પેસ સ્કૂલના લંપટ સંચાલક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાની ફરીયાદ બાદ વાલીઓ સ્કૂલે જઈ પોતાના દીકરી-દીકરાઓને આ સ્કૂલમાં હવે અભ્યાસ જ નથી કરાવવો તેવા નિર્ણય સાથે સ્કૂલમાંથી સામૂહિક રીતે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કાંઢી આપવાના ફોર્મ ભર્યા હતા.

જેતપુર શહેરના શાંતિવન આશ્રમ પાસે આવેલ સીબીએસસી સ્પેસ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી અરવિંદ સાવલીયા દ્વારા તા.20 માર્ચને બુધવારના રોજ શાળાની એક વિદ્યાર્થીનીને પોતાની ચેમ્બરમાં બોલાવી ચોકલેટ અને ધોરણ 10ની પરીક્ષામાં ચોરી કરાવી સારા ટકા લઈ આપવાની લાલચ આપી શારીરિક અડપલાં કર્યાની સિટી પોલીસમાં ફરીયાદ થયા બાદ સંચાલક અરવિંદની પોલીસે ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. તેમ છતાં આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને હવે સ્કૂલ પરથી સાવ ભરોસો જ ઉઠી ગયો હોય તેમ આજે બધા વાલીઓ પોલીસ સાથે સ્કૂલે પહોંચ્યા હતા અને પ્રથમ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે મુલાકાત કરીને વાલી મંડળની બેઠક ભરવાની માંગ કરી હતી.

પ્રિન્સિપાલે મંગળવારના રોજ વાલી મંડળની બેઠક ભરવા માટે તૈયાર હોવાનું જણાવ્યા બાદ મોટાભાગના વાલીઓ દ્વારા પોતાના સંતાનો માટે સ્કૂલમાંથી શાળા છોડવાનું ફોર્મ લઈ તે ફોર્મ ભરીને શાળાને પરત આપી દીધું અને પોતાના સંતાનોને હવે કોઈ કાલે આ શાળામાં અભ્યાસ જ નથી કરાવવો તેવો નિર્ણય લીધો હતો. ઉપરાંત વાલી મંડળે લેખિતમાં જિલ્લા શિક્ષણાધિકારીને એક આવેદનપત્ર આપી જેતપુર શહેરમાં અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી શાળા ન હોવાથી આ સ્પેસ સ્કૂલને સરકાર હસ્તક લઈ લેવાની માંગ કરી હતી અને જો આ સ્કૂલ સરકાર પોતાના હસ્તક લઈ લ્યે તો જ પોતાના સંતાનોને આ સ્કૂલમાં અભ્યાસ કરાવશે તેવું જીલ્લા શિક્ષણાધિકારીને જણાવેલ હતું.

સ્કૂલમાં અભ્યાસ કરતી કેટલીક વિદ્યાર્થિનીઓની માતાઓએ એવો વસવસો વ્યક્ત કર્યો હતો કે આ સંચાલક અરવિંદ સાવલીયા પોતે બધી વિદ્યાર્થીનીઓનો પિતા છે તેવો દાવો કરતો હતો. પરંતુ આવો હૈવાન નીકળશે તેવી અમને સપનેય ખબર ન હતી. જેથી આવા સંચાલકોની સ્કૂલમાં અમારા સંતાનોને હવે અભ્યાસ જ નથી કરાવવો તે જ અમારો છેલ્લો નિર્ણય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments