Sunday, November 28, 2021
Homeલગ્નના અઢી મહિના બાદ રણવીર સિંહ થયો ઇમોશનલ, દીપિકા પાદુકોણ માટે લખ્યો...
Array

લગ્નના અઢી મહિના બાદ રણવીર સિંહ થયો ઇમોશનલ, દીપિકા પાદુકોણ માટે લખ્યો પત્ર

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી માત્ર રીલ નહીં પરંતુ રિયલ લાઇફમાં પણ બધાની ફેવરિટ જોડી બની ગઇ છે. લગ્નથી લઇને અત્યાર સુધી જેટલા પણ બંનાના ફોટા અને વીડિયો સામે આવ્યા છે બંનેની કેમેસ્ટ્રી જોવા લાયક છે. જન્મદિવસના દિવસે દીપિકા પાદુકોણે પોતાની વેબસાઇટ લોન્ચ કરી હતી. આ વેબસાઇટ પર હવે રણવીર સિંહે દીપિકા માટે એક ઇમોશનલ મેસેજ લખ્યો છે.

રણવીર સિંહે દીપિકાની આ વેબસાઇટ પર લખ્યું   ‘દીપિકા ખૂબ જ સારી વ્યક્તિ છે. એ મારી પત્ની છે એટલા માટે હું આ વાત નથી કહી રહ્યો. મારી ફિલીંગ્સ એના માટે શું છે આ જણાવવા માટે મારી પાસે કોઇ શબ્દ જ નથી. તેમ છતાં હું પ્રયત્ન કરું છું. હું એટલું જરૂર કહી શકું છું કે આ દુનિયામાં હું એનાથી સૌથી નજીક છું. હું એને પર્સનલી અને પ્રોફેસનલી બંને રીતે જાણુ છું. દીપિકા પોતાની અંદર એક બ્રહ્માંડનું પોષણ કરે છે જેમાં ખૂબ જ પ્રેમ, દયા, બુદ્ધિમાન, સુંદરતાનું સમાયોજન છે. આ દરેક વસ્તુ એને દુનિયાની સારી એક્ટ્રેસ બનાવે છે. એના અનુશાસન અને કામ પ્રત્યે કમિટમેન્ટનો કોઇ તોડ નથી.’

રણવીરે આગળ લખ્યું, ‘દીપિકાની સફળતાઓએ સમયની સાથે સમગ્ર ખેલને બદલી નાંખ્યો છે. એક મહિલા એટલી ધાર્મિક અને સદાચારથી ભરેલી હોય છે કે સમ્માનની પાત્ર હોય છે. ક્યારેક ક્યારેક હું રોકાઇ જાઉં છું અને એટલી સ્પેશિયલ સોલની પ્રશંસા કરું છું. હું દુનિયાનો સૌથી વધારે મહાન પતિ છું. એને મને બેસ્ટ મેન બનવા માટે પ્રેરિત કર્યો. એે મારી લાઇફને સફળ બનાવી દીધી. એ મારી લાઇફની રોશની છે.’

દીપિકા અને રણવીરના લગ્નને 3 મહિના થવાના છે. લગ્ન બાદ આ બંનેએ ઘણી રિસેપ્શન પાર્ટી યોજી હતી. તાજેતરમાં જ રણવીર અને દીપિકાનો વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં રણવીર કેમેરાની સામે જ દીપિકાને કિસ કરી હતી.

https://www.instagram.com/p/BtTsuYqDuRS/?utm_source=ig_embed

રણવીરનો આ કિસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ ગયો છે. આ બંને સ્ટારના પ્રશંસકો કમેન્ટ દ્વારા એમના વખાણ પણ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments