Tuesday, September 21, 2021
Homeલગ્નના 4 મહિનામાં જ પ્રિયંકા-નિક વચ્ચે શરૂ થઇ ગઇ ખટપટ, વાત છૂટાછેડા...
Array

લગ્નના 4 મહિનામાં જ પ્રિયંકા-નિક વચ્ચે શરૂ થઇ ગઇ ખટપટ, વાત છૂટાછેડા સુધી પહોંચી ગઇ

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસે ગત વર્ષે આશરે 6 મહિના સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન બાદથી પ્રિયંકા અને નિકની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જો કે OK નામના એક મેગેઝીનમાં છપાયેલા એક રિર્પોર્ટમાં જણાવાયુ છે કે હવે કપલ છૂટાછેડા લેવા જઇ રહ્યું છે. રિપોર્ટમાં ત્યા સુધી કહેવામાં આવ્યું છે કે નિકયંકાના લગ્નજીવનનો હવે અંત આવી શકે છે.

રિપોર્ટમા જણાવાયુ છે કે નિક જોનાસને પ્રિયંકાનો ગુસ્સો અને કંટ્રોલ કરવાનું વલણ પસંદ નથી. નિકના પરિવારે તેને સલાહ આપી છે કે તે જલ્દી પ્રિયંકા ચોપરા સાથેના સંબંધો પૂરા કરી નાંખે.

મેગેઝીનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિકના પરિવારને લાગ્યું હતું કે પ્રિયંકા એક પરિપક્વ મહિલા છે અને હવે સેટલ થઇને બાળકો પેદા કરવા માંગે છે પરંતુ હવે નિકના પરિવારને લાગે છે કે પ્રિયંકા એક 21 વર્ષની યુવતી જેવો વ્યવહાર કરે છે.

મેગેઝીનમાં જણાવાયુ છે કે જો નિક જોનાસ અને પ્રિયંકાના છૂટાછેડા થાય તો એક મોટો સંપત્તિ વિવાદ પણ ઉભો થઇ શકે છે અને તેમણે ઉતાવળમાં લગ્ન કર્યા છે. તેવામાં તેમની વચ્ચે સંપત્તિના અધિકાર સાથે સંબંધિત અમેરિકાના કાયદા પર હસ્તાક્ષર કરવામાં નથી આવ્યાં.

જો કે આવું પહેલીવાર નથી બન્યુ. અનેક અહેવાલોમાં પ્રિયંકા-નિકના છૂટાછેડાની વાતને પાયાવિહોણી ગણાવવામાં આવી છે. અન્ય એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે OK મેગેઝીને પ્રિયંકા અને નિક વિશે અગાઉ પણ અફવા ફેલાવી હતી. તેની પહેલાં ડિસેમ્બરમાં પણ આ મેગેઝીને એક એવો અહેવાલ છાપ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રિયંકા અને નિક તે વાતને લઇને ઝગડી રહ્યાં છે કે તે લગ્ન બાદ ક્યાં રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments