Thursday, October 21, 2021
Homeલગ્નમાં ચાંદલામાં આવેલા તમામ રૂપિયા અને ઉપરથી 5001 પોતાના ઉમેરી શહીદોનાં પરિવારને...
Array

લગ્નમાં ચાંદલામાં આવેલા તમામ રૂપિયા અને ઉપરથી 5001 પોતાના ઉમેરી શહીદોનાં પરિવારને આપશે

પુલવામા હુમલામાં શહીદ થયેલાંઓના કુટુંબીઓની પડખે સહૂ કોઈ પોતપોતાની રીતે દોડી આવ્યા છે, ત્યારે દહાણુના એક ૫૪ વર્ષીય વ્યક્તિ કે જેમણે તાજેતરમાં જ તેમની દીકરીના લગ્ન કરાવ્યા છે. તેમણે એવું જાહેર કર્યું છે કે, તેમની દીકરીના લગ્નમાં આવેલી તમામ રકમ ભારતીય સૈનિકોને અર્પિત કરશે. જોકે આ પ્રસંગે પ્રાપ્ત થયેલી રકમ આશરે બે લાખ રુપિયા જેટલી હોવાનું જાણવા મળ્યું છે.

અશોક રાજપુત નામક આ પિતાએ તાજેતરમાં દહાણુના સબ-ડિવિઝનલ ઓફિસરની મુલાકાત લઈ તેમને પોતાના નિર્ણય અંગે જાણ કરી હતી. આ રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ પાલગર જિલ્લાના કલેક્ટરને સોંપાશે જે બાદમાં આર્મી વેલ્ફેર ફંડમાં જમા કરાવાશે. બિવરેજ ફેક્ટરીમાં મેનેજર તરીકે કાર્યરત રાજપુતે જણાવ્યું હતું કે, ૧૪ ફેબ્રુઆરીએ થયેલ હુમલામાં શહીદ થયેલાં સૈનિકોને તે આ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પશે. તેમને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે લગ્ન ખૂબજ પાસે આવી ગયા હોઈ રદ્દ થઈ શકે તેમ નહોતું.

આથી તેમણે તેની દિકરીના સાસરિયાં જોડે વાત કરી પોતાના મનની વાત મૂકી. અને તેમણે લગ્નમાં આશરે ૧૩૦૦ મહેમાનોને આમંત્રિત કર્યા હતાં. અને બોર્ડ મૂક્યાં હતાં કે લગ્નમાં પ્રાપ્ત થનારી રોકડ રકમ સૈનિકોને દાન કરવામાં આવશે. તેમના જણાવ્યાનુસાર, તેમણે હજી સીલ કવર ખોલ્યા નથી પરંતુ તેમનું અનુમાન છે કે તેની કુલ રકમ બે લાખ જેટલી હશે. ઉપરાંત પોતાના તરફથી પણ તેઓ ૫૦૦૧ રુપિયાની રકમ ઉમેરશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments